તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વસ્ત્રાલથી ચોરેલા બાઇક સાથે યુવકને પોલીસે ઝડપ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાટ પાસેથી બાઇક લઇને નીકળ્યો હતો

જિલ્લામા ચોરીના બનાવો અને ચોરી થયેલા વાહનો ઝડપી લેવા પોલીસ દ્વારા કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે અડાલજ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, ભાટ તરફી એક યુવક ચોરીના બાઇક સાથે પસાર થઇ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલમાંથી બાઇકની ચોરી કરનાર મૂળ માણસાના આરોપીને ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ અડાલજ પોલીસ મથકના પીઆઇ જે.એચ.સિંધવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ હતુ. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક શખ્સ નંબર વિનાનુ હિરો સ્પ્લેન્ડર બાઇક લઇને પસાર થઇ રહ્યો છે. પોલીસે શખ્સને પૂછતા વિજયસિંહ વખતસિંહ ચાવડા (રહે, મારૂતિ વિહાર અંબિકાનગર, ઓઢવ, મૂળ રહે, માણસા, ગાંધીનગર) જણાવ્યુ હતુ. જ્યારે બાઇકની વિગત માગતા આપી શક્યો ન હતો અને વસ્ત્રાલ સ્વયંભૂ હોસ્પિટલ બહાર પાર્કિગમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે રૂપિયા 20 હજારના બાઇકને જપ્ત કરી કલમ 41 (1) ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...