તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રના નિર્ણયથી ગુજરાતને ફાયદો:રાજ્ય સરકારને 2450 કરોડનો ફાયદો, 71 લાખ પરિવારોને મફત અન્નનો લાભ મળશે

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
  • 18થી 44 વર્ષના યુવાઓને રસીના બે ડોઝ આપવામાં રાજ્ય સરકારને રૂ.700થી વધુનો ખર્ચ
  • કેન્દ્ર સરકાર દ્વારા યુવાઓને ફ્રી વેક્સિન આપવાના નિર્ણયથી ગુજરાતને આર્થિક ફાયદો.

તમામ વયજૂથના નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી જ વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે ત્યારે રાજ્ય સરકાર પરથી 2450 કરોડના ખર્ચનું ભારણ હળવું થયું છે. ગુજરાત સરકારે રસીના 3 કરોડ ડોઝનો ઓર્ડર વેક્સિન કંપનીઓને આપી પણ દીધો હતો પરંતુ હવે આ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. નીતિન પટેલે કહ્યું કે 18થી 44 વર્ષની વયજૂથના 3.50 કરોડ નાગરિકોને રાજ્ય સરકારના ખર્ચે રસી આપવામાં આવતી હતી. વડાપ્રધાનની જાહેરાત બાદ હવે આ ખર્ચમાંથી રાજ્ય સરકારન રાહત મળશે.

3.47 કરોડ લોકોને લાભ થશે
પટેલે કહ્યું કે રસીના બે ડોઝ માટે એક વ્યક્તિ પાછળ 700 રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવતો હતો અને આ તમામ ખર્ચ રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવામાં આવતો હતો. પરંતુ કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે. 21મી જૂનથી કેન્દ્ર સરકાર દ્વારા 18થી 44 વર્ષના યુવાનોને વિનામૂલ્યે રસી આપવાની જે વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા ગોઠવવામાં આવશે તે મુજબ ગુજરાતમાં પણ વ્યવસ્થા ગોઠવાશે.ગરીબોને વિનામૂલ્યે અનાજનું વિતરણ દિવાળી સુધી કરવાનો નિર્ણય કર્યો છે જેના પગલે ગુજરાતના 71 લાખ પરિવારના 3.47 કરોડ લોકોને લાભ મળશે.

3.5 કરોડ યુવાઓને રસી આપવાનો રાજ્ય સરકારનો ખર્ચ બચ્યો
નીતિન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના આ નિર્ણયને કારણે રાજ્યમાં 3.5 કરોડથી વધુ યુવાઓને કોરોનાની રસી વિનામુલ્યે આપી સુરક્ષિત કરાશે. અત્યાર સુધી 18થી 45 વર્ષના યુવાઓને આપવામાં આવતી રસીનો ખર્ત રાજ્ય સરકાર દ્વારા તેના ભંડોળમાંથી કરવામાં આવતો હતો. રસીના બંને ડોઝ માટે અંદાજે 700 રૂપિયાથી વધુનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવતો હતો. પરંતુ દેશના કરોડો નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાનના આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે.

21મી જૂનથી યુવાઓને વિનામૂલ્યે રસી આપવાની વ્યવસ્થા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અત્યાર સુધી તમામ યુવાઓને વિનામૂલ્યે રસી આપવાનો નિર્ણય કર્યો છે અને એ મુજબ રસીકરણની કામગીરી રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, 45 વર્ષથી ઉપરના નાગરિકો અને સીનિયર સીટિઝનોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. 18થી 44 વર્ષના યુવાઓને 21મી જૂનથી વિનામૂલ્યે રસી આપવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ગોઠવવામાં આવશે તે મુજબ ગુજરાતમાં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે.

વિનામૂલ્યે અનાજ વિતરણના નિર્ણયને આવકાર્યો
વડાપ્રધાન દ્વારા ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો પર અત્યારે ત્રણ માસ માટે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનું નક્કી કરાયું છે તે દિવાળી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે તેને પણ નાયબ મુખ્યમંત્રીએ આવકાર્યો હતો.