મોદી-શાહ ગાંધીનગરમાં:વડાપ્રધાને કહ્યું, 'ગુજરાતમાં ચારેબાજુ ડેરી ક્ષેત્ર તાકાતથી ઉભું છે, 70 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે'

ગાંધીનગરએક મહિનો પહેલા
  • 'આગામી દિવસોમાં નવી સહકારી નીતિ આવશે, સંપૂર્ણ સહકારી માળખું ડિજિટલ થશે': અમિત શાહ

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ બપોરે 4.10 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. IFFCO, કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યા બાદ PMએ કહ્યું, 'દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાંટ બનશે'

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશભરમાં લાખો સ્થળોથી આજે ખેડૂતો ગુજરાતના ગાંઘીનગરના મહાત્મા મંદિરથી જોડાયા છે. સહકાર ગામડાને સ્વનિર્ભર બનાવવા મોટુ માઘ્યમ છે અને તેમા આત્મનિર્ભર ભારતની ઉર્જા છે. આત્મભારતના નિર્માણ માટે ગામડાનું આત્મનિર્ભર થવું જરૂરી છે. આ માટે પૂજય બાપુ અને સરદાર સાહેબે જે માર્ગ આપણને બતાવ્યો છે તે પ્રમાણે આજે આપણે મોડલ કો-ઓપરેટિવ વિલેજ દિશામાં આગળ વઘી રહ્યા છીએ.ગુજરાતમાંથી 6 ગામોની પંસદગી કરવામાં આવી છે જયા પુરી રીતે કો-ઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશનું પહેલુ નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ થઇ રહ્યુ છે તેનાથી ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. યુરિયાની એક બોરીની તાકાત એક બોટલમાં સમાઇ ગઇ છે.

'ભારતમાં ફર્ટીલાઇઝર મામલે દુનિયામાં બીજુ સૌથી મોટુ ગ્રાહક'
નેનો યુરિયાની અડધો લિટર ખેડૂતની એક બોરીની જરૂરિયાતને પુર્ણ કરશે. આનાથી ખેડૂતોનો ખર્ચો બહુ ઓછો થશે નાના ખેડૂતો માટે મોટી વાત છે. આધુનિક પ્લાન્ટ કલોલમાં લાગ્યો છે. તેની ક્ષમતા દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આવનાર સમયમાં આવા આઠ પ્લાન્ટ દેશમાં લાગવાના છે. આનાથી યુરિયામાં વિદેશી નિર્ભરતા ઓછી થશે. દેશનો રૂપિયો બચશે. ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટિલાઇઝેર પણ આપણા ખેડૂતોને મળી શકે. આપણા વૈજ્ઞાનિકો આજે આ દિશામાં કામ કરી રહ્યા છે. નેનો ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ જે પગલા આપણે લીધા છે તે કેટલા મહત્વના છે તે અંગે દરેક દેશવાસી સમજે તેમ હું માનું છું. ભારતમાં ફર્ટીલાઇઝર મામલે દુનિયામાં બીજુ સૌથી મોટુ ગ્રાહક છે. પરંતુ ઉત્પાદનના મામલે આપણે ત્રીજા નંબરે છીએ. આઠ વર્ષ પહેલા આપણા દેશમા યુરિયા ખેતરમાં જવાને બદલે કાળા બજારીનો શિકાર બનતું ખેડૂત પોતાની જરૂરિયાત સંતોષવા લાઠી ખાવા મજબૂર થતો. આપણે ત્યા મોટી યુરિયાની ફેકટરી હતી તે પણ નવી ટેકનોલોજીના અભાવે બંધ થઇ ગઇ હતી અને એટલે 2014માં સરકાર બની ત્યાર પછી આપણે યુરિયાની 100 ટકા નિમકોટિનનું બીડુ ઉઠાવ્યું જેથી દેશના ખેડૂતને જરૂરિયાત પ્રમાણે યુરિયા મળવા લાગ્યું.

ગત વર્ષે એક લાખ 60 હજાર કરોડ રૂપિયાની સબસીડી આપી: PM
ભારત વિદેશથી યુરિયા મંગાવે છે તેમાં 50 કિલોની એક બેગ સાડ ત્રણ હજાર રૂપિયા કિલો પડે છે. દેશમાં ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં આપવામાં આવે છે.યુરિયાની એક બેગમાં આપણી સરકાર 3200 રૂપિયાથી વઘુ રકમ સરકાર ભોગવે છે. ડિએપીની 50 કિલોની બેગ પર અઢી હજાર રૂપિયા સરકાર ભોગવે છે. 12 મહિનામાં બેગ દીઠ પાંચ ગણો ભાર કેન્દ્ર સરકાર પોતે ચુકવે છે. ખેડૂતોને તકલીફ ન થાય તે માટે ગત વર્ષે એક લાખ 60 હજાર કરોડ રૂપિયાની સબસીડી ફર્ટીલાઇઝરમાં કેન્દ્ર સરકારે આપી.ખેડૂતોને મળનારી રાહત લગભગ બે લાખ કરોડ થી વઘુ થવાની છે. દેશના ખેડૂતોના હિતમા જે પણ જરૂરી હશે તે કરીશું.

ડેરી સેકટર ખૂબ ઝડપથી આગળ વઘી રહ્યું છે: PM
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 21મી સદીમાં શું દેશના ખેડૂતોને વિદેશી પરિસ્થિતિઓ પર નિર્ભર રાખી શકીએ ? દર વર્ષે લાખો કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ખર્ચ કરી રહી છે તે વિદેશ કેમ જાય તે ભારતના ખેડૂતો માટે કામ આવવા જોઇએ. પહેલા માત્ર તાત્કાલીક સમસ્યાઓનું સમાઘાન ગોતવામાં આવ્યું પરંતુ આઠ વર્ષમાં તાત્કાલીક સમસ્યાઓનું નિવારણ સાથે સમસ્યાઓનું સમાઘાન લાવવાનો પ્રયાસ કર્યો. આત્મનિર્ભરતામાં ભારત અનેક સમસ્યાઓનું હલ છે અને આત્મનિર્ભરતાનું એક મોડલ સહકાર પણ છે તે ગુજરાતમાથી અનુભવ કર્યો છે. પૂજય બાપુ અને સરદાર સાહેબનું નેતૃત્વ ગુજરાતને મળ્યું છે તેથી ગુજરાત સૌભાગ્ય શાળી છે. પૂજય બાપુએ સહકારીથી સ્વનિર્ભરનો જે માર્ગ બતાવ્યો તેને સરદાર સાહેબે જમીનમાં ઉતારવાનું કામ કર્યુ.આજે ભારત દુનિયાનું સૌથી મોટુ દૂઘ ઉત્પાદક છે. ગુજરાતની મોટી ભાગીદારી છે. ડેરી સેકટર ખૂબ ઝડપથી આગળ વઘી રહ્યું છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વધુ સહકાર આપી રહ્યું છે. આજે ભારત એક વર્ષમાં આશરે આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરી રહ્યું છે. ગત વર્ષોમાં ગુજરાતના ગામડાઓમાં સમૃદ્ધિ પાછળનું એક કારણ ડેરી સેકટરથી જોડાયેલા કો-ઓપરેટીવ રહ્યુ છે.

'ડેરી સેકટર નાના ખેડૂતો, બહેનો સંભાળી રહ્યા છે': PM
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલા કચ્છ-સૌરાષ્ટ્રમાં ડેરી કરવી અને નિર્માણ કરવું તેના પર રોક લાગાવવાની જોગવાઇ કરવામાં આવી.આજે ગુજરાતમાં દરેક ક્ષેત્રે ડેરીનું ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. ડેરી સેકટરમાં નાના ખેડૂતો,બહેનો આ કામ સંભાળી રહ્યા છે. ગુજરાતમાં આશરે 17 લાખ બહેનો આજે આ કાર્યનો હિસ્સો છે. લીજ્જત પાપડની વાત કરતા જણાવ્યું કે આદિવાસી ક્ષેત્ર ની ગરીબ બહેનો થી શરૂ કરાયેલુ કામ આજે મલ્ટીનેશલન બ્રાન્ડ બની છે. દુનિયાભરમાં ભારતીય સાથે લીજ્જત પાપડ પણ પહોંચ્યુ હશે. ગત દિવસોમાં લિજ્જત પાપડના સંચાલકને પદ્મ એવોર્ડ આપ્યો. સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ સબકા પ્રયાસ આ મંત્ર પર આપણે ચાલી રહ્યા છે. આ મંત્ર સહકારની આત્મા છે.સહાકારી ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો ભારત સરકારનું જેમ પોર્ટલ ના માધ્યમથી ખરીદી કરે છે તેના કારણે ટ્રાન્સપરન્સી વધી છે. જેમ પોર્ટલને સહકારી ક્ષેત્રના લોકોએ સ્વીકાર કર્યો તે બદલ તેમનો આભાર. સહકારની સૌથી મોટી તાકાત વિશ્વાસ,સહયોગ છે. ગુજરાતના સહકારી ક્ષેત્રે આજે જે બદલાવ જોવા મળ્યો છે તે એક ગર્વની વાત છે.

'ગુજરાતે સહકારીતાની આત્માને બચાવી': શાહ
આ કાર્યક્રમમાં અમિત શાહએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કલ્પના કરી છે કે પાણી પણ પ્રદુષિત ન થાય,ભૂમિ પ્રદુષિત ન થાય,હવા પ્રદુષિત ન થાય,તેવી નિરામય ભારતની રચના માટે એક પગલુ આગળ જઇ રહ્યા છીએ તે છે નેનો તરલ યુરિયા જે ઇફક્કોએ બનાવ્યું છે તેની દેશભરમાં આજે શરૂઆત થઇ. ગુજરાત સહકારીતા ક્ષેત્રે આજે સમગ્ર દેશમાં સફળ મોડલ માનવામાં આવે છે. કોઇ પણ ક્ષેત્ર હોય ગુજરાતે સહકારીતાની આત્માને બચાવી રાખવાનું કામ કર્યુ છે. દેશભરમાં બહુ ઓછા રાજયો છે જ્યા સહકારીતા ક્ષેત્રે સારી રીતે કામ કરતું હોય, સિદ્ધાંત અનુરુપ ચાલતી હોય તેમાં આપણું ગુજરાત એક છે.

100 વર્ષ સહકારીતા આંદોલનને નવું જીવન આપશે: શાહ
સહકારીતા આંદોલન આઝાદીના સમયથી આત્મનિર્ભર અને સ્વદેશી બે સ્તંભોના આધારે સરદાર પટેલ,મોરારજી દેસાઇ આ બંનેએ ગાંધીજીના નેતૃત્વમાં આની શરૂઆત કરી આ પછી અનેક કાર્યકરો આ ક્ષેત્ર સાથે જોડાતા ગયા અને સમગ્ર જીવન સહકારીતાને મજબૂત કરવા ખપાવી દીધું આ જ કારણ છે કે સરદાર પટેલ અને ત્રિભુવન ભાઇએ વાવેલુ આ બીજ આજે વટવૃક્ષ બનીને ભારત અને વિશ્વ સામે ઉભુ છે.સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની માંગ હતી કે કેન્દ્ર સરકારમાં સહકારીતા માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે અને તેમની માંગ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારીતા મંત્રાલય માટે ઐતિહાસિક નિર્ણય કર્યો. દેશના ખેડૂતો અનેક સહકારીતા આંદોલનના કાર્યકરો જાણે છે કે આ પગલુ આવનાર 100 વર્ષ સહકારીતા આંદોલનને નવું જીવન આપશે. મંત્રાલય બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણા નિર્ણય આ વખતના બજેટમાં લેવામાં આવ્યા છે. કો-ઓપરેટીવ શેરડીની મિલો માટેનો પ્રશ્રનો કે જયારે તેઓ વઘારે નફો કરે અને ખેડૂતોને ટ્રાન્સફર કરે ત્યારે ઇન્કમ ટેકસ લાગતો આ બજેટમાં આ વ્યવસ્થા દુર કરી ખેડૂતોને આઠ હજારથી વધુનો ફાયદો કરી આપ્યો.

સહકારીતાનું ડેટા બેન્ક આજ સુધી દેશમાં ન હતું: શાહ
સરકારી મંડળીઓના એકમો પર સર ચાર્જ 12 ટકા લાગતો અને કંપનીઓ પર 7 ટકા લાગતો મોદીજીએ આ વ્યવસ્થા સુધારી અને સર ચાર્જને 12 ટકાથી ઘટાડી 7 ટકા સુધીનું કામ કર્યુ. ક્રેડિટ ગેંરેંટી ફંડની જેટલી પણ યોજના છે તે હવે કો-ઓપરેટિવના માધ્યમથી નીચે પહોંચશે. નવી સહકારી નીતી તૈયાર કરવા ભારત સરકારે સુચનો માંગવાનું શરૂ કર્યુ છે વેબસાઇટ પરથી પણ સુચનો આપવા જાહેરાત કરવામાં આવી છે. સહકારીતાનું ડેટા બેન્ક આજ સુધી દેશમાં ન હતું. માછલી પાલનની સહકારી સમિતિ, દૂધ ઉત્પાદન સહકારી સમિતિ હોય,ઘાસચારા ભેગુ કરતી બહેનોની સહકારી સમિતિ હોય કે કોઇ પણ સહકારી સમિતિનો એક મોટો ડેટાબેસ બેન્ક ભારત સરકાર બનાવવા જઇ રહી છે.

અમુલની પહેલી લેબોરેટરી ગાંઘીનગરમાં બનશે: શાહ
ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનના માર્કેટીંગ માટે આજે કોઇ વ્યવસ્થા નથી. અમુલ થોડા સમયની અંદર પહેલી લેબોરેટરી ગાંઘીનગરની અમુલ ડેરીમાં બનાવવામાં આવશે અને ત્યાર પછી દરેક જીલ્લામાં તેનો વિસ્તાર કરવામાં આવશે જેનાથી સર્ટીફાઇડ ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન લોકો સુઘી પહોંચશે ખેડૂતોને આનો ફાયદો મળશે.નેનો યુરિયાન ઉપયોગથી 99 ટકા યુરિયા ઉત્પાદન વધારવામાં મદદ મળશે અને 100 ટકા ઉપજ વઘારવા ઇફ્કોના વૈજ્ઞાનિકોએ શોઘ્યો છે.અંતમાં અમિત શાહ વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને રાજયમાં ભુપેન્દ્ર પટેલની સરકાર સહકારીતા ક્ષેત્રને વધુ મજબૂત કરવા કોઇ કસર બાકી નહી રાખે.

'સહકાર સે સમૃદ્ધિ' સેમિનારમાં સંબોધન કર્યું
ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલમોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.

કલોલના ઈફ્કોના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું
PM મોદીએ લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલના ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઊપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોડર્ન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલિટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

PM મોદીએ કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું.
PM મોદીએ કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું.

આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
સવારે 10 વાગે વડાપ્રધાન જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા

ગુજરાતી વસ્ત્રોથી સજ્જ નરેન્દ્ર મોદી.
ગુજરાતી વસ્ત્રોથી સજ્જ નરેન્દ્ર મોદી.

​​​​​

અન્ય સમાચારો પણ છે...