મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ:PM મોદી આજે રૂ. 5567 કરોડના કામની જાહેરાત કરશે, સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ 1.5 લાખ સ્માર્ટ ક્લાસ બનશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારી શાળાઓમાં 20 હજાર કમ્પ્યુટર લેબ ઊભી કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સ્કૂલ્સ ઓફ એકસેલેન્સનું ઉદઘાટન કરશે. સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ માટે 50 હજાર વર્ગખંડ અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડ તેમજ 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું.

ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો આરંભ કરાશે. હાલમાં કુલ રૂ.1650 કરોડના ખર્ચે 7 હજાર શાળાઓ, 8 હજાર વર્ગખંડ અને 20 હજાર અન્ય સુવિધાના કાર્યો પ્રગતિ હેઠળ છે. એકંદરે કુલ રૂ. 2881 કરોડથી વધુના ખર્ચે 4 હજારથી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડ તેમજ અન્ય સંકુલો બનશે. આ પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓમાં માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરાશે, તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો આરંભી દેવાયા છે.

વાઘાણીએ કહ્યું હતું કે, 23,000થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂ. 286 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત 90 હજારથી વધુ કમ્પ્યુટર્સ સાથે 6 હજારથી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂ.375 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. આ સિવાય 15 હજાર જેટલી શાળાઓમાં 30 હજાર સ્માર્ટ ક્લાસરૂમ પ્રદાન કરવા અંદાજે રૂ. 350 કરોડના કામો પણ ટૂંક સમયમાં આરંભાશે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આવતી શાળાઓ માટે મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ અગ્રતાના ધોરણે ભરાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી, ઓનલાઈન ડેટા એનાલિટિક્સ-આધારિત મેનેજમેન્ટનું રિઅલ ટાઇમ મોનિટરિંગ થશે.

અન્ય સમાચારો પણ છે...