વિધાનસભા ચૂંટણી:PM દેશ માટે કામ કરવાને બદલે પ્રચાર કરે છે: ગેહલોત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોંગ્રેસથી ગભરાઈ કેન્દ્રના મંત્રીઓને ઉતાર્યા
  • કોળી નેતા મનુ ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે અખિલ ભારતીય કોળી સમાજના સંમેલનમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાનને વારંવાર ગુજરાત આવવાની ફરજ પડે છે. દેશ માટે વધારે સમય આપવાને બદલે ગુજરાતમાં સરકારી ખર્ચે પ્રચાર કરી રહ્યા છે.

ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતના ગામડે ગામડે ફરીને રાહુલ ગાંધીએ આપેલી 8 જનાધિકાર પત્રવાળી વચનપત્રિકા ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. ગેહલોતે એવો દાવો કર્યો હતો કે,ગુજરાતની પ્રજા ભાજપથી ત્રસ્ત થઇ ગઇ છે, એટલે કોંગ્રેસને 125થી વધુ બેઠક મળશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની યાત્રાઓ, કાર્યક્રમોથી ગભરાયેલી ભાજપના કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય સંગઠનના નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે.

ગેહલોતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડાને તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. મનુ ચાવડાને કોંગ્રેસ આગામી સમયમાં ભાવનગર જિલ્લાની કોળી સમાજની બહુમતી ધરાવતી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...