પોલીસ અજાણ:રહેમરાહે નોકરીની માગણી સાથે નવા સચિવાલયે દેખાવો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસકર્મીઓના પરિવારે સોમવારે સૂત્રોચ્ચાર પોકારી માગણી કરી હતી. - Divya Bhaskar
પોલીસકર્મીઓના પરિવારે સોમવારે સૂત્રોચ્ચાર પોકારી માગણી કરી હતી.
  • પોલીસ પરિવારે દેખાવો કર્યા અને પોલીસ જ અજાણ
  • ગેટ નંબર-4 પરથી અધિકારીઓ સાથે વાત કરાવવી પડી

રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા પછી સરકારમાં નોકરી દરમિયાન અવસાન થતાં તેના વારસદારને નોકરી ઉપર રાખવામાં આવતા હતા પરંતુ ત્યાર પછી સરકારે રહેમરાહે નોકરી આપવાની બંધ કરી છે. 25 વર્ષથી વધુ સમયથી ભાજપ સરકાર હોવાથી નિયમને જ દૂર કરી દીધો છે. તેવા સમયે સોમવારે પોલીસ વિભાગમાં અવસાનના પામેલા કર્મચારીઓના પરિવારજનોએ એકાએક નવા સચિવાલય ઉપર ચડાઈ કરી હતી.

આ બાબતે પોલીસ પણ અંધારામાં રહી હતી અને વારસદારો ઊમટી પડતાં પોલીસ દોડતી થઈ હતી. પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન અવસાન પામેલા વારસદારોને રહેમરાહે નોકરી આપવાની માંગ કરાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેટ નંબર 4 ઉપરથી જ આ બાબતે સરકારમાં બેઠેલા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...