તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:વરસાદની હાથતાળી વચ્ચે જિલ્લામાં ખરીફ પાકનું 58353 હેક્ટરમાં વાવેતર

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોમાસું વાવેતર પછી વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર - Divya Bhaskar
ચોમાસું વાવેતર પછી વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર
  • ચૌમાસું વહેલું બેસું ગયાની ધારણાએ વાવેતર કર્યા બાદ ખેડૂતોની હાલત કફોડી

તાઉતે વાવાઝોડા બાદ ચોમાસાના વહેલા આગમનની આશાએ જિલ્લાના ખેડુતોએ ખરીફ પાકનું 58353 હેક્ટરમાં વાવેતર કરી દીધું છે. ત્યારબાદ છેલ્લા ચાલીસેક દિવસથી વરસાદની હાથતાળીથી વાવેતરને બચાવવા માટે ખેડુતોની હાલત કફોડી બની રહી છે.

ચાલુ વર્ષે ગત મે માસમાં તાઉતે વાવાઝોડાના આગમન બાદ વરસાદી માહોલ બનતા ખેડુતોને ચોમાસું વહેલું આવશે તેવી આશા જાગી હતી. આથી ઉનાળું પાક લઇ લીધેલા ખેડુતોએ ચોમાસું પાકનું વાવેતર શરૂ કરી દીધું હતું. આથી હાલમાં સમગ્ર જિલ્લામાં ચોમાસું પાકનું 58353 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

તેમાં દહેગામ તાલુકામાં 20087 હેક્ટરમાં, ગાંધીનગરમાં 13348 હેક્ટરમાં, કલોલમાં 6016 હેક્ટરમાં અને માણસામાં 18902 હેક્ટરમાં વાવેતર કરી દીધું છે. જોકે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 78557 હેક્ટરમાં વાવેતર ઓછું કરવામાં આવ્યું છે. તેમાંય વરસાદ લંબાતા ખેડુતોએ થોભોને રાહ જુઓની નીતિ અપનાવી છે.

જિલ્લાના ખેડુતોએ ડાંગર પિયતનું 3232, બાજરીનું 350, જુવારનું 16, મકાઇનું 12, મગનું 298, મઠનું 40, અડદનું 98, મગફળીનું 11306, તલનું 67, દિવેલાનું 45, સોયાબીનનું 3, કપાસનું 19447, ગુવારનું 695 હેક્ટરમાં વાવેતર કર્યું છે. ઉપરાંત ખેડુતોએ શાકભાજીનું 7028 અને ઘાસચારાનું 18716 હેક્ટરમાં વાવેતર કર્યું છે.

ચોમાસું પાકનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડુતોની નિંદર હરામ બની છે. વરસાદ વિના ખેતરમાં મુરઝાતા પાકને બચાવવા માટે ન છુટકે ખેડુતોને વેચાતું બોરનું પાણી આપવાની ફરજ પડી રહી છે. આથી મોંઘાભાવનું બિયારણની ખરીદી કર્યા બાદ પાણી માટે રૂપિયા ખર્ચવા પડતા ખેડુતોની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી બની રહી છે.

ખેડુતોના જણાવ્યા મુજબ હજુ જો વરસાદ એકાદ સપ્તાહ લંબાયો તો ચોમાસું પાક સુકાઇ જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...