ભાસ્કર વિશેષ:વરસાદની અછતના કારણે વૃક્ષારોપણ અટક્યું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ત્રણ લાખ રોપાની વાવણી સામે માત્ર 20 ટકા જ કામગીરી થઈ

જિલ્લામાં વરસાદની અછત પાકના વાવેતરની સાથે સાથે વૃક્ષારોપણ ઉપર પણ પડી છે. ચાલુ વર્ષે જિલ્લામાં 300000 વિવિધ રોપાઓના વાવેતરની સામે હજુ સુધી માત્ર 20 ટકા જ રોપાઓનું વાવેતર થયું છે. આથી જિલ્લામાં જુલાઈ માસ સુધીમાં ત્રણ લાખ રૂપિયાની સામે માત્ર 60000 રોપાનું વાવેતર થયું છે.

ચાલુ વર્ષે વરસાદના રિસામણાની અસર ચોમાસુ વાવેતર ઉપર પડી તો છે. ઉપરાંત દર વર્ષે જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની ખુલ્લી અને ગૌચર જમીનમાં તેમજ રોડની બંને સાઈડ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓની વાવણી કરવામાં આવે છે. વાવણી કરાયેલા રોપાના ઉછેરની જવાબદારી પણ વન વિભાગ સુપેરે કરે છે.

વનવિભાગ દ્વારા ચાલુ વર્ષે 300000 રોપાની વાવણી કરવાની હતી. પરંતુ વરસાદ ખેંચાતા હજુ સુધી માત્ર ૨૦ ટકા જ રોપાની વાવણી કરવામાં આવી છે. એટલે કે માત્ર 60000 રોપાની વાવણી હજુ સુધી થઈ શકી છે. આગામી સમયમાં વરસાદ પડશે તો નિયત કરેલા જગ્યાએ રોપાની વાવણી કરવામાં આવશે તેમ જિલ્લા વન અધિકારી એસ એમ ડામોરે જણાવ્યું છે.

જિલ્લામાં વાવણી કરાયેલા રોપામાંથી દર વર્ષે 20% છોડ સુકાઈ જાય છે
જિલ્લાના વનવિભાગ દ્વારા દર્શી દર વર્ષે ચોમાસાની સીઝનમા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાની વાવણી કરવામાં આવે છે. તેમાંથી 20 ટકા જેટલા રોપા એક યા બીજા કારણસર સુકાઈ જાય છે જ્યારે 80% રોપા ઉછેરાય છે. એટલે કે 60,000 જેટલા રોપા સુકાઈ જાય છે.

વર્ષમાં 3 પાણી આપવાનો જ ખર્ચ મળે છે
વનવિભાગ દ્વારા ચોમાસામાં કરવામાં આવેલા વૃક્ષોના રોપાની ઉછેર માટે જરૂરી પાણી વર્ષમાં માત્ર ત્રણ વખત આપવાનો ખોરજ ખર્ચ આપવામાં આવી છે આથી હાલમાં ચોમાસુ લંબાતા જો હાલમાં રોપાને પાણી આપવામાં આવે તો ઉનાળામાં રોપાને પાણી આપી શકાય નહીં તેમ વન વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

રોપાના ઉછેર માટે ઉધઈની દવા તેમજ ફેન્સિંગ કરાય છે
વન વિભાગ દ્વારા કરાયેલા વૃક્ષારોપણ બાદ રોપાની જાળવણી માટે તારની ફેન્સીંગ કરવામાં આવે છે ઉપરાંત ઉધઈ લાગવાથી રૂપો સુકાઈ જાય નહીં તે માટે રોપાના મૂળિયામાં ઉધઈની દવા સમયાંતરે નાખવામાં આવે છે. ત્યારબાદ પાણી પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...