તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:અપૂરતી આરોગ્ય સેવા વચ્ચે શહેરોમાં સ્મશાનની ક્ષમતા વધારવા આયોજન, 16મીથી ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’અભિયાન હાથ ધરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મંત્રીઓને મહાનગરો, નગરપાલિકાની જવાબદારી સોંપાઈ

કોરોના સંક્રમણની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવાઓ સહિતની અપૂરતી આરોગ્ય સેવાને પગલે શહેરી વિસ્તારોમાં ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાનમાં વોર્ડની મુલાકાત લેનારા મંત્રીઓ- પદાધિકારીઓને શહેરમાં હાલમાં સ્મશાન-કબ્રસ્તાનની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ન હોય તો તેને પહોંચી વળવાના આયોજનની સમીક્ષા કરવા સૂચના આપી છે.

શહેરી વિસ્તારોમાં રવિવાર 16મી મેથી ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. જેમાં કોવિડ કેર સેન્ટર, આરોગ્યની વ્યવસ્થા, સેનિટાઇઝેશન, આરોગ્ય કર્મી તથા દર્દીની સંખ્યા, કોરોના કેસનું પ્રમાણ, ધન્વંતરિ રથની વ્યવસ્થા, હોસ્પિટલોની સંખ્યા જેવી બાબતોની સમીક્ષા કરશે. સ્મશાનગૃહ, કબ્રસ્તાન, શબવાહિનીની વ્યવસ્થાનો મુદ્દો પણ આવરી લેવાયો છે. જેની સમીક્ષા પ્રભારી મંત્રી અને પદાધિકારીઓ કરશે. પાલિકા તંત્રએ તેમના વિસ્તારમાં હાલમાં ઉપલબ્ધ સ્મશાનગૃહોની સંખ્યા, ગેસ-વિદ્યુત કે લાકડા આધારિત કેટલા સ્મશાન છે તેની સંખ્યા, ઉપલબ્ધ કબ્રસ્તાનની સંખ્યા સહિતની માહિતી પૂરી પાડવાની છે. સાથે બંધ સ્મશાનગૃહ ચાલુ કરવા અને સ્મશાનની સંખ્યા અપૂરતી હોય તો તેને પહોંચી વળવા માટે શું આયોજન કરાયું છે તેની વિગતો મંત્રીઓને આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...