રજૂઆત:ગુડામાં દુકાન અને પ્લોટ ભાડે આપવાની યોજના સફળ નહીં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી આવાસ યોજના સફ‌ળ રહી

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્લોટ અને દુકાન ભાડે આપવાની યોજના શરૂ કરી પરંતુ તે સફળ થઇ નથી. ત્યારે મધ્યમ વર્ગના પરિવારને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે ટુ અને થ્રી બીએચકે ફેલ્ટની યોજના ગુડા દ્વારા શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે મહાનગર પાલિકાના મેયરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની હદમાં વધારો કર્યો નહી તે પહેલાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિકાસ કામો કરવામાં આવ્યા હતા. મધ્યમ વર્ગના પરિવારને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વન બીએચકે આવાસ યોજના ચલાવવામાં આવી રહ્યું છે. જેનો અત્યાર સુધી હજારો પરિવારોને ડ્રો થકી આવાસ ફાળવવામાં આવ્યા છે.

ઉપરાંત આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધુ 2400 જેટલા મકાનોની યોજના શરૂ કરવામાં આવનાર છે. ગુડાની આવી આવાસ યોજનાઓથી મધ્યમ વર્ગના પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેષ મકવાણાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે ગુડા દ્વારા વડાપ્રધાન આવાસ યોજના ચલાવી રહ્યું છે. ત્યારે પ્લોટ ભાડે આપવાની યોજના શરૂ કરી છે, જે યોજનાને સારો પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે ઘર વિહોણાં મધ્યમ વર્ગના પરિવાર માટે મેટ્રોસીટીમાં ઘરનું ઘર બનાવવું ખૂબ જ મુશ્કેલ થતું જાય છે.

અન્ય સમાચારો પણ છે...