માગ:મેંદરામાં વીજ સબસ્ટેશનની યોજના રોકી જગ્યા બદલાવો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગઅવધૂત ખાદી ગ્રામોદ્યોગ સેવા સંઘની માગ

મેંદરા ખાતે સરકારી ગૌચરમાં જેટકો દ્વારા ઉભુ થનાર વીજ સબ સ્ટેશનની કામગીરી અટકાવી અન્ય જગ્યા ફાળવવા માંગણી કરાઈ છે. મેદરાના શ્રી રંગઅવધૂત ખાદી ગ્રામોદ્યોગ સેવાસંઘ દ્વારા આ અંગે મહેસૂલ મંત્રીને લેખિત રજૂઆત કરી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે મેદરા ગામની વસ્તી 2500ની આસપાસ છે.

ગામમાં પશુપાલન અને ઢોરઢાંખરને ચારો ચરવા, પાણીપીવા અને વિશ્રામ માટે વધારાનું ગૌચર આવેલ નથી. ગામની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ તરફથી હદમાંથી મુખ્ય નર્મદા કેનાલ પસાર થાય છે, જેનાથી ગામની 40 ટકા જમીન તેમાં ડૂબમાં ગઈ છે. બીજી તરફ ગામની પશ્ચિમે અમદાવાદથી ઉદેપુર બ્રોડગેજ રેલવે લાઈન પસાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...