ભૂતપૂર્વ મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ ડો. પી કે મિશ્રાએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મિશ્રા અને સુબ્રમણ્યમ બન્ને ગુજરાત કેડરના 1972 બેચના અધિકારીઓ હતાં. મિશ્રાએ કહ્યું કે સુબ્રમણ્યમ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને તેમનાં બેચમેટ હોવા બાબતે તેમને ગૌરવ હતું.
મિશ્રાએ જણાવ્યું કે, તેમના બેચમેટ અને નજીકનાં મિત્રના દુઃખદ અવસાનથી તેમના અંગત જીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ડૉ. મંજુલા સૌથી તેજસ્વી, સમર્પિત અને અત્યંત કર્તવ્યનિષ્ઠ અધિકારીઓમાંનાં એક હતા.
ડો. પી.કે. મિશ્રાએ પોતાના સંસ્મરણોને યાદ કરતાં કહ્યું કે, ડો. મંજુલાએ ડીડીઓ જામનગર, કલેક્ટર અમરેલી અને જૂનાગઢ અને વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવ અને સરકારના મુખ્ય સચિવ તરીકે ગુજરાત સરકારમાં સેવાઓ આપી પોતાની વિવિધ ક્ષમતાઓનો પરિચય કરાવ્યો હતો. તેમણે કેન્દ્રમાં વાણિજ્ય મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયમાં પણ કામ કર્યું હતું. તેમણે ખૂબ જ વિશિષ્ટ કામગીરી સાથે રાજ્ય સરકારની અને જનતાની સેવા કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.