તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:PIUના ઇજનેરોએ માંગણી ઉકેલવા કાળી પટ્ટી ધારણ કરી, રિસેસના સમયમાં સૂત્રોચાર કરી વિરોધ કર્યો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ કાળી પટ્ટી ધારણ કરશે, તારીખ 3થી 5 સુધી પેન ડાઉનનો કાર્યક્રમ યોજાશે

કોરોનાની મહામારીમાં હડતાલ કે કામગીરીથી અળગા રહીને વિરોધ કરવાને બદલે રાજ્યના પીઆઇયુ ઇજનેરો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનોખી રીતે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ઇજનેરોએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. ઉપરાંત રિશેષ સમયમાં સૂત્રોચાર કરીને વિરોધ કાર્યક્રમ આપ્યો હતો.ઓગસ્ટ-2016ની અસરથી તાત્કાલિક સાતમા પગારપંચ મુજબ પગારધોરણ નક્કી કરીને એરીયર્સ ચુકવવાની માંગણી કરી છે.

મેડિકલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, એલટીસી, જૂથ વીમો, ગ્રેજ્યુઇટી, સીપીએફ સહિત કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા. પીઆઇયુના તમામ ઇજનેરોને ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ ગણી તે પ્રમાણેની પ્રોત્સાહન રકમ આપવી. જે રીતે સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરણોપરાંત રૂપિયા 25 લાખની સહાયની જાહેરાત કરી છે. તે રીતે પીઆઇયુના ઇજનેરોને મરણોપરાંત રૂપિયા 1 કરોડ જેટલી સહાય આપવાની જોગવાઇ કરવા માંગણી કરી છે.

ફરજ દરમિયાન કાનુની રક્ષણ આપવું. તાજેતરમાં છુટા કરેલા ઇજનેરોને ફરજ ઉપર પુન: હાજર કરવાની માંગણી કરી છે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે તારીખ 2જી, બુધવાર સુધી કાળી પટ્ટી ધારણ કરશે. ત્યારબાદ તારીખ 3જીથી તારીખ 5મી, શનિવાર સુધી પેન ડાઉનનો કાર્યક્ર યોજાશે તેમ પીઆઇયુ એન્જીનીયર્સ એસોસીએશન (હેલ્થ)ના પ્રમુક બ્રિજેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...