તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માંતની ભીતિ:ચિલોડા સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર એક જ વરસાદમાં ખાડા પડ્યાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચિલોડા સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર એક જ વરસાદમાં તંત્રની આબરૂનુ ધોવાણ થતા ખાડા પડી ગયા હતા. - Divya Bhaskar
ચિલોડા સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર એક જ વરસાદમાં તંત્રની આબરૂનુ ધોવાણ થતા ખાડા પડી ગયા હતા.
  • અગાઉ ચિલોડા પોલીસે માનવતા દાખવી માટીનંુ પુરાણ કર્યું હતંુ, હવે તંત્ર જાગે તો સારૂ
  • ઓવરબ્રિજની 2 સાઇડ માત્ર 1 કીમીનો રોડ છે ત્યારે રોડને નવો બનાવવા વાહનચાલકોએ માગ કરી

ચિલોડા ચાર રસ્તા ઉપર ટ્રાફિકનુ ભારણ ઓછુ કરવા નવો ઓવરબ્રિજ બનાવાયો છે. ચાલુ કામના કારણે સર્વિસ રોડને નવો બનાવવામા આવતો ન હતો. પરંતુ હવે બ્રિજ વાહનો માટે ખુલ્લો મુકાયો છે. ત્યારે સર્વિસ રોડને નવો ઓપ આપવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો રોડ ઉપરના ખાડા પુરવામા નહીં આવે તો જીવલેણ સાબિત થશે. અગાઉ ચિલોડા પોલીસ દ્વારા માનવતાના ધોરણે ખાડા પુરવામા આવ્યા હતા.ચિલોડા સર્કલ ઉપર સર્વિસ રોડ ઉપર પહેલા જ ચોમાસામાં તંત્રની આબરૂનું ધોવાણ થઇ રહ્યુ છે.

સામાન્ય વરસાદમાં રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઇને અહીંયાથી દિવસભર પસાર થતા વાહનચાલકો રોડને નવો ઓપ આપવામા આવે તેવી માંગ કરાઈ રહી છે. ઓવરબ્રિજનું કામ પુરુ થયું છે, બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ થઇ ગઇ છે. જેને લઇને સર્વિસ રોડ પરનું ભારણ ઓછું થઇ ગયુ છે.

પરિણામે હવે સર્વિસ રોડનું કામ શરૂ કરાય તેવી માંગ ઊઠી છે. સર્વિસ રોડ ઉપર ખાડાના કારણે અનેક નાના મોટા અકસ્માત દરરોજ થઇ રહ્યા છે. જાડી ચામડીના બની ગયેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અહીંયાથી પસાર થતા હોવા છતાં તેમની આંખે લાગેલા ગાંધારી પાટા ખોલતા નથી. હાલમ વરસાદ પડતો નથી, જ્યારે ઓવરબ્રિજની 2 સાઇડ માત્ર એક કીલોમીટરનો રોડ આવેલો છે ત્યારે આ રોડને નવો બનાવવા વાહનચાલકો માગ કરી રહ્યા છે.એક વરસાદ પડવાના કારણે માટીનું ધોવાણ થઇ ગયુ છે. જેને લઇને ફરીથી ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે તો કુંભ કર્ણની નિંદરમાંથી તંત્ર જાગે અને રોડ પરના ખાડા પુરવામા આવે તેવુ નાગરિકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...