તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:પિંપળજની શપનવીલા સ્કિમના ભાગીદારે રૂપિયા 2.50 કરોડની છેતરપિંડી આચરી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેર કન્સ્ટ્રક્શનના પ્રોપરાઇટર સામે ભાગીદારે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી
  • વર્ષ 2018માં 9513 ચો.મી. જમીનમાં સ્કિમ મૂકી હતી, તે પેટે 50-50 ટકા નફો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જમીનમાલિકને માત્ર રૂપિયા 61 લાખ જ આપ્યા હતા

પિંપળજ ગામમા આવેલી જમીન ઉપર શપનવીલા સ્કીમ મુકવામા આવી હતી. વર્ષ 2018મા 9513 ચોરસ મીટર જમીનમા મકાનોની સ્કીમ મુકવામા આવી હતી. ત્યારબાદ ભાગીદાર કેર કન્ટ્રક્શનના પ્રોપરાઇટર દ્વારા ભાગીદારને રૂપિયા 2.50 કરોડ આપવા નિકળતા હતા, પરંતુ તે નહિ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામા આવતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના પિંપળજની શપનવીલા સોસાયટીમમા રહેતા 56 વર્ષિય વિપુલચંન્દ્ર હર્ષદરાય જાની કન્સ્ટ્રક્સનનો ધંધો કરે છે. જ્યારે તેમણે એક દાયકા પહેલા પિંપળજમા 9513 ચોરસ મીટર જગ્યા ખરીદી હતી. જ્યારે વર્ષ 2015મા શપનવીલા નામની મકાનોની સ્કીમ મુકવામા આવી હતી. જેમા જાતે 5 બંગલાની સ્કીમ મુકી હતી, પરંતુ બાદમા આર્થિક સમસ્યા હોવાને કારણે સ્કીમ અધુરી છોડી દીધી હતી. પરંતુ વર્ષ 2018મા સંદિપ ગોવિંદભાઇ ઠક્કરે (રહે, વંદન એપાર્ટમેન્ટ, પાલડી, અમદાવાદ) અધુરી સ્કીમમાં 40 મકાનો બનાવવાનુ કહ્યુ હતુ. તે સમયે જગ્યાની કિંમત 3 કરોડ નક્કી કરાઇ હતી.

જેમાં બંનેએ 50-50 ટકા નફો લેવાનુ નક્કી કર્યુ હતુ. અધુરી સ્કીમનો વહિવટ સંદિપભાઇએ સંભાળ્યો હતો. જ્યારે તેની દેખરેખ વિપુલચંન્દ્ર અને તેમના ભાઇ જતીન દ્વારા રાખવામા આવતી હતી. તુ સમયે જમીનની જંત્રી 76.35 લાખ સરકારમા ભરી હતી, જ્યારે જમીનના 3 કરોડના કલેક્શનમાંથી 60 ટકા આપવાનુ કહ્યુ હતુ.કેર કન્સ્ટ્રક્શનના સંદિપભાઇ મકાન ખરીદનાર સાથે મકાન વેચાણ કરતા હતા. પરંતુ વિપુલચંન્દ્રને તેમને નક્કી કરેલી રકમ આપવામા આવતી ન હતી. વારંવાર માગણી કરવા છતા તે મગનુ નામ મરી પાડતા ન હતા.

ત્યારે કેરના સંદિપભાઇએ ભાગીદાર સાથે નક્કી કરેલી રકમમાંથી માત્ર 61 લાખ નાણા આપવામા આવ્યા હતા. જ્યારે જમીનની રકમ નક્કી કર્યા મુજબ નફો આપવામા આવ્યો નથી. વિપુલભાઇને 2.49 કરોડનો નફો લેવાનો નિકળતો હોવા છતા આપવામા નહિ આવતા પેથાપુર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...