તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસને સીસીટીવી કેમેરામાં પિકઅપ ડાલાની નંબર પ્લેટ દેખાઇ, તેથી એક્ટિવાને ટક્કર મારી આધેડનું મોત નિપજાવનાર ઝડપાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુન્દ્રાસણ રોડ ઉપર એક્ટિવાને ટક્કર મારી આધેડનું મોત નિપજાવનાર પિકઅપ ડાલાનો ચાલક ઝડપાયો

ગાંધીનગરના પુન્દ્રાસણ રોડ ઉપર રાધેશ્યામ પાર્ટી પ્લોટની સામે થોડા દિવસ અગાઉ અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા આધેડનું મોત નીપજયું હતું. આ બનાવના પગલે સેકટર-7 પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરનાર પિકઅપ ડાલાના ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માત બોલેરો પીક અપ ડાલુના ચાલકે કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું
અકસ્માત બોલેરો પીક અપ ડાલુના ચાલકે કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું

ગાંધીનગરના વાવોલ તરફ અજવાસમાં રહેતા વાસુદેવ રામી થોડા દિવસ અગાઉ એક્ટિવા લઈને પુન્દ્રાસણ રોડ ઉપર રાધેશ્યામ પાર્ટી પ્લોટ સ્વામીના રોડ ઉપરથી પસાર થતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમના એક્ટિવાને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં વાસુદેવનું ગત ચોથી એપ્રિલના રોજ મોત નિપજયું હતું. જે બાબતે ગાંધીનગરના સેક્ટર-17 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવના પગલે સેકટર-7 પોલીસે અકસ્માત વાળી જગ્યાએ વિઝીટ કરી આજુબાજુના રહીશો તેમજ રાજ્ય સહિત સીસીટીવી ફૂટેજની ખંતપૂર્વક ચકાસણી કરી હતી. જેના પગલે આ અકસ્માત બોલેરો પીક અપ ડાલુના ચાલકે કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જેના પગલે પોલીસે પિકઅપ ડાલાના ચાલકની ધરપકડ કરી લીધી હતી.

આ અંગે સેકટર-7 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સચિન પવારે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર આકાશ સુઘવરસિંહ નરવરિયા(રહે. ગોતા હાઉસિંગ બોર્ડના મકાન નંબર 22/82) એક્ટિવાને ટક્કર મારીને નાસી ગયો હતો. જેમાં સીસીટીવી ફૂટેજની ઝીણવટ પૂર્વકની ચકાસણી કરતા ઉવારસદ તરફ તે પીક-અપ ડાલુ લઈને નાસી ગયો હોવાનું અલગ-અલગ ફૂટેજમાં જાણવા મળ્યું હતું. જેમાં સીસીટીવી કેમેરામાં પિકઅપ ડાલાની નંબર પ્લેટ દેખાઈ ગઈ હતી. જેના પગલે આકાશની ધરપકડ કરીને તેનું પીક અપ ડાલુ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો