ઉનાળા વેકેશનમાં આવકમાં વધારો:એસ ટી ડેપોને પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો ફળ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત એપ્રિલ-2022 માસમાં 2.05 કરોડની સામે ચાલુ માસમાં 1.54 કરોડની આવક

પેટ્રોલ-ડિઝલ અને સીએનજીના ભાવ થયેલા વધારો એસ ટી ડેપોને ફળ્યો હોય તેમ ગત એપ્રિલ-2022 માસમાં રૂપિયા 2.05 કરોડની આવકની સામે ચાલુ માસમાં અત્યાર સુધીમાં 1.54 કરોડની આવક થવા પામી છે. આથી ઉનાળા વેકેશનમાં ફરવા જતા નગરવાસીઓ પ્રાઇવેટ વ્હિકલને બદલે એસ.ટી. બસનો ઉપયોગ વધુ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.

છેલ્લા બે માસથી પેટ્રોલ-ડિઝલનો પ્રતિ લીટરનો ભાવ રૂપિયા 100ની આસપાસ રહ્યો છે. જ્યારે સીએનજીના પ્રતિ કિલોના ભાવમાં પણ સતત વધારો થતા હાલમાં 81 રૂપિયા પહોંચ્યો છે. પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના ભાવમાં થયેલો વધારો નગરના ડેપોને ફળ્યો હોય તેમ આવકમાં વધારો જોવા મળ્યો છે.

નવા નાણાંકિય વર્ષ-2022-23ના પ્રારંભના બે માસ એપ્રિલ-2022 અને ચાલુ મે માસની આવકનું મૂલ્યાંકન કરવામાં આવતા વધારો નજરે પડ્યો છે. જેમાં ઓનલાઇન રીઝર્વેશન, ડેપોની કુલ આવક, લગ્ન વર્ધીની આવક, સીસી સહિતની આવકનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં ગત એપ્રિલ માસ કરતા ચાલુ મે માસમાં અત્યાર સુધીમાં જ આવક વધારો જોવા મળી રહ્યો છે. એક જ માસમાં ડેપોની ગ્રોસ આવક એક કરોડને પાર થઇ હોવાનું એસ ટી ડેપોના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

સ્પેશ્યલ વર્ધીની બસોનો ઉપયોગ વધ્યો : એસ ટી નિગમ દ્વારા લગ્ન પ્રસંગે બસ સેવાનો ઉપયોગ માટે ખાસ યોજના શરૂ કરી છે. તેને પરિણામે ગત એપ્રિલ માસમાં 12 બસો લગ્ન વર્ધીમાં દોડતા રૂપિયા 43500ની આવક થઇ છે. જ્યારે ચાલુ માસમાં 16 બસોનો ઉપયોગ થતાં કુલ રૂપિયા 103000ની આવક થઇ છે. તેજ રીતે કેજ્યુઅલ કોન્ટ્રાક્ટમાં દોડતી બસોને કારણે ગત એપ્રિલ-2022 માસમાં રૂપિયા 1671500ની આવકની સામે ચાાલુ મે માસમાં રૂપિયા 158000ની આવક થવા પામી છે.

ઓનલાઇન રિઝર્વેશનની આવક વધી
કોરોનાકાળમાં બે વર્ષ પછી ચાલુ વર્ષે ઉનાળું વેકેશન પરિવાર સાથે ફરવા જવા લોકો પોતાની પ્રાઇવેટ ગાડીને બદલે બસનો ઉપયોગ કર્યો છે. આથી સોમનાથ, ડાંગ, સુરત, વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, દ્વારકા, કચ્છ સહિતના પ્રવાસન સ્થળોએ ફરવા જતા લોકોનો ધસારો વધતા એડવાન્સ બુકિંગ ગત એપ્રિલ-2022 માસમાં રૂપિયા 11.76 લાખની આવકની સામે ચાલ મે માસમાં રૂપિયા 9.44 લાખની આવક થવા પામી છે.

ડેપોની કુલ આવક 1 માસમાં 1 કરોડ પહોંચી
ચાલુ વર્ષે ઉનાળામાં લોકો ફરવા જવા માટે બસનો ઉપયોગ વધુ કરતા ગત એપ્રિલ-2022 માસમાં ડેપોની ગ્રોસ આવક રૂપિયા 17642500 થઇ છે. જ્યારે ચાલુ મે માસમાં રૂપિયા 14271398ની આવક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...