તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કબૂતર બાઝીના ગુનામાં દોઢ વર્ષથી નાસતી ફરતી પેથાપુરની મહિલા વકીલની અમદાવાદથી ધરપકડ કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા વકીલે વિઝાની લોભામણી લાલચ આપી લાખોની છેતરપિંડી આચરી હતી

ન્યુઝીલેન્ડ વર્ક વિઝા અપાવવાના બહાને રૂ. 44.22 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતી ફરતી પેથાપુરમાં રહેતી મહિલા વકીલની અમદાવાદથી પૂર્વ બાતમીના આધારે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સેકટર-7 પોલીસ મથકની હદમાં રહેતા ફરિયાદીને ન્યુઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના માટે પેથાપુરના જૈન દેરાસર પાછળ રહેતી મહિલા વકીલ શાહીના અલતાફખાન પઠાણ, પાટણ સિધ્ધપુરના ઇમરાન ખાન બલોચ તેમજ આમિરખાન ઈલિયાસ રાણા મહેબૂબખાન પઠાણ એ વિશ્વાસ સંપાદન કરી લોભામણી લાલચ આપી ફસાવવામાં આવ્યો હતો.

ફરિયાદીના સાળાને પણ આ ત્રિપુટીએ પોતાની કબૂતર બાઝીની ઝાળમાં ફસાવ્યો આવ્યો હતો. બાદમાં ન્યુઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના માટે ફરિયાદી પાસેથી રૂ.1.69 લાખ તેમજ તેના સાળા પાસેથી રૂ. 2.20 લાખની રકમ એઠી લીધી હતી. સમય જતાં ન્યુઝીલેન્ડના વર્ક વિઝા નહીં આવતાં ફરિયાદીએ પૈસા ની ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ ત્રિપુટી વાયદાઓ કર્યા પછી હાથ અદ્ધર કરી લીધા હતા. અને અસલ પાસપોર્ટ પણ પરત કરતા ન હતા.

આખરે ફરિયાદીએ વર્ષ 2019માં ઉક્ત ત્રિપુટી વિરુદ્ધ સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેની પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ઉપરોક્ત ટોળકીએ કબૂતર બાઝીના બહાને ફરિયાદી સહિત અન્ય લોકો પાસેથી રૂ. 44.22 લાખનું ફુલેકું ફેરવી દેવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જેમના વિરુદ્ધ સેકટર-21, ઈન્ફોસિટી તેમજ માણસા પોલીસમાં પણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે વકીલ શાહીના અલતાફખાન પઠાણે પોલીસ ધરપકડથી બચવા માટે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.જે અરજી કોર્ટે તા. 25 ફેબ્રુઆરી 2020ના રોજ નામંજુર કરી હતી.

ત્યારે છેલ્લા દોઢ વર્ષથી શાહીના અલતાફખાન પઠાણ પોલીસથી નાસતી ફરતી હતી. જેને ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ જમાદાર દિલીપસિંહની બાતમીના આધારે અમદાવાદના અલઅસબાબ પાર્ક, સરખેજ જુહાપુરા રોડ, મકરબાથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...