કોલવડાના દિલીપસિંહ વાઘેલાની જમાદાર એન્ડ કંપની દ્વારા હત્યા કરી દેવામા આવી હતી. કેસમાં પોલીસે જમાદારને બાદ કરતા તમામ આરોપીઓને પકડી લીધા છે. જેમા બે આરોપીઓ એક સપ્તાહ પહેલા પકડ્યા હતા. જેમના 7 દિવસના રીમાંડ પુરા થતા આજે સોમવારે જેલ હવાલે મોકલી દીધા હતા. આરોપીઓ પાસેથી બનાવ સમયે પહેરેલા કપડા કબ્જે કર્યા હતા.પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.રાણાની ટીમે કોલવડાના દિલીપસિહ વાઘેલાની ગામની સીમમા બંદૂકની ગોળી મારી હત્યા કરી દીધી હતી.
જેમા બે આરોપીઓ પ્રભાતજી સુખાજી ડાભી (રાણીયાવાસ, માણસા) અને વિપુલ ઉર્ફે ગટ્ટી, ઉર્ફે ટેણીયો ભુપતજી ઠાકોર (રમેશ ચંદુલાલ મોચીના મકાનમા, માણસા)ને એક સપ્તાહ પહેલા પકડી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર જપ્ત કર્યા હતા અને ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તે રુટની તપાસ કરી હતી.
ડાંગરવાની સીમમાં જમીનમાં દાટવામા આવેલા હથિયાર જપ્ત કર્યા હતા. જ્યારે કપડા આરોપી વિપુલ ઠાકોરના માણસા સ્થિત ઝુંડામાંથી જપ્ત કર્યા હતા. રીમાંડ દરમિયાન સામે આવ્યુ હતુ કે, આરોપીઓ હત્યા કર્યા પછી ડાંગરવાની સીમમા આવીને હથિયાર સંતાડી ગયા હતા. ત્યારબાદ ત્રણ દિવસ સુધી ભાગવનગર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારપછી માણસામા વિપુલ ઠાકોરના ઘરે આવ્યા હતા અને નવા 3 જોડી કપડા લઇ ગયા હતા, જ્યારે હત્યા સમયે પહેરેલા કપડા ઘરે સંતાડીને ભાગી ગયા હતા.
બંને આરોપીઓના આજે સોમવારે 7 દિવસના રીમાંડ પુરા થતા સેન્ટ્રલ જેલ હવાલે મોકલી દેવામા આવ્યા હતા. કોલવડા હત્યા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે, હજુ મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, તે ચૂંટણી પહેલા આરોપી પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર તથા હત્યા સમયે પહેરેલા કપડાં સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.