તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂની અદવાતમાં હુમલો:પેથાપુરમાં જમીનની તકરારમાં ફેક્ટરી માલિકનાં પેટમાં છરી મારી, પિતા પુત્ર અને બે દીકરીઓએ હુમલો કરતાં પોલીસ ફરિયાદ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર સીમમાં આવેલી જમીન બાબતે બન્ને પક્ષે વાટા ઘાટો ચાલતી હતી

ગાંધીનગર નાં પેથાપુર આવેલી જમીન બાબતે કોર્ટમાં ચાલતા દાવા વચ્ચે ગઈકાલે ફેકટરીના માલિક પેટમાં છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ પિતા પુત્ર તેમજ બે દીકરીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પેથાપુર મુકામે રહેતા અજીતસિંહ કેસરી સિંહ વાઘેલા પેથાપુર ગામમાં સર્વે નંબર 17 51 અને 17 53માં સિમેન્ટના બ્લોક ની ફેક્ટરી ચલાવતા હતા. જે જમીન પેથાપુરના પ્રજાપતિ વાસમાં રહેતા જીવા ભાઈ સોમાભાઈ પ્રજાપતિના નામે હોવાથી કોર્ટમાં દાવો ચાલતો હતો.

આજથી ચાર દિવસ અગાઉ પેથાંપુર સીમમાં આવેલ ઉક્ત જમીન બાબતે બન્ને પક્ષે વાટા ઘાટો ચાલતી હતી. જેનાં પરિણામે ગઈકાલે અજીતસિંહ તેમના મિત્ર વિક્રમસિંહ ને લઈને પેથાંપુર ગયા હતા. ત્યારે વિવાદિત જમીન પર આવેલી ઓરડીમાં જીવાભાઈ તેમજ તેમનો દીકરો અશ્વિન અને દીકરી પારૂલ અને સંગીતા રહેવા હતા. આથી અજીત સિંહે ઓરડી તેમણે બનાવી હોવાનું કહી કોર્ટમાં દાવો પણ ચાલતો હોવાથી ઓરડી ખાલી કરી દેવા જણાવ્યું હતું.

જેનાં પગલે જીવાભાઈ અને તેમનો પુત્ર અશ્વિન એકદમ ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલવા લાગી અજીતસિંહ ને માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન અશ્વિનએ છરી જેવા ઘાતક હથિયાર વડે અજીત સિંહ ના પેટમાં બે ઘા કરી દીધા હતા જેથી તેમણે બૂમાબૂમ કરતા તેમનો મિત્ર વિક્રમસિંહ તેઓને છોડાવવા વચ્ચે પડ્યો હતો. જેથી જીવા ભાઈ ની બન્ને દીકરીઓ પણ દોડી આવી મારા મારી કરવા લાગી હતી.

અજીતસિંહ ને પેટમાં છરી જેવું હથિયાર વાગ્યું હોવાથી પુષ્કળ લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં ગંભીર હાલતમાં ઘ 1 પાસેની ખાનગી હોસ્પિટલમાં તેમનો મિત્ર સારવાર અર્થે લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અજીતસિંહ નાં પેટમાં ટાંકા લઈ વધુ સારવાર માટે દાખલ કર્યા હતા. આ અંગે પેથાંપુર પોલીસે ઉક્ત હુમલાખોરો વિરુદ્ધ આઇપીસી કલમ 307, 324, 323, 596(2)તેમજ 114 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...