તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:ગાંધીનગરમાં પરંપરાગત રીતે રથયાત્રા કાઢવા માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રૂટ પર રથયાત્રા કાઢવા તૈયારીઓ શરૂ કરાઈ

કોરોના મારામારીના પગલે ગત વર્ષે ગાંધીનગરની રથયાત્રા પંચદેવ મંદિર પૂર્તી મર્યાદિત કરી દેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ મંદ હોવાથી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે રથયાત્રા કાઢવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી પણ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.

પ્રતીકાત્મક રીતે રથયાત્રા કાઢવામાં આવી

અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હોય છે. છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે શહેરના નિર્ણય લેવામાં ન આવતા છેલ્લી ઘડીએ ગાંધીનગરની પરંપરાગત રથયાત્રાને મર્યાદિત કરી દેવામાં આવી હતી. જેના પગલે કોઈ ગાઇડલાઇનના નિયમો અનુસાર મંદિર પરિસરમાં પ્રતીકાત્મક રીતે રથયાત્રા કાઢીને વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરવામાં આવી હતી.

રથયાત્રા સમિતિ દ્વારા આગોતરું આયોજન શરૂ

ગાંધીનગરમાં નીકળતી રથયાત્રામાં તમામ ધર્મના લોકો જોડાતા હોવાથી કોમી એકતાના દર્શન થતા હોય છે. કોરોનાની બીજી લહેર મંદ પડી જતા વેપાર-ધંધા મંદિરો ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા જળવાઈ રહે તેવી નગરજનોની માંગણીના પગલે રથયાત્રા સમિતિ દ્વારા વહીવટીતંત્રમાં મંજૂરી માગવામાં આવી છે. ગત વર્ષે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં રથયાત્રા કાઢવા પર પાબંધી લગાવીને છેલ્લી ઘડીએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ત્યારે આ વખતે રથયાત્રા સમિતિ દ્વારા આગોતરું આયોજન કરીને વહીવટી તંત્ર પાસે રથયાત્રા કાઢવા માટે મંજુરી માગવામાં આવી છે.

ભક્તો દ્વારા રથયાત્રા સમિતિ પર દબાણ

આ અંગે રથયાત્રા સમિતિના પ્રમુખ ડોક્ટર દિનેશ કાપડિયાએ જણાવ્યું હતું કે નગરજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી કોવિડ ગાઈડ લાઈનના નિયમોના પાલન સાથે રથયાત્રા કાઢવાની તૈયારી છે. જેના માટે તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી છે. રથયાત્રા કાઢવા માટે ભક્તો દ્વારા રથયાત્રા સમિતિ પર દબાણ આવી રહ્યું છે.

રૂટ અંગે પોલીસ તંત્ર સાથે પણ ચર્ચા વિમર્શ

જ્યારે આ અંગે મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રથયાત્રા સાથે સૌની લાગણી જોડાયેલી છે. પણ કોરોના સંક્રમણનું પણ ધ્યાન રાખવું એ પણ તંત્ર માટે જરૂરી છે. ગાંધીનગર રથયાત્રા સમિતિ દ્વારા શહેરમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી માગવામાં આવી છે. જેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ગાંધીનગરમાં નીકળનારી પરંપરાગત રથયાત્રામાં કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન તેમજ તેના રૂટ અંગે પોલીસ તંત્ર સાથે પણ ચર્ચા વિમર્શ કર્યા પછી આગળનો નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...