તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિક્ષા:ધો-3થી 8ના સામયિક કસોટી સપ્ટેમ્બરના છેલ્લા વીકમાં

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓફલાઇનવાળાને શાળામાં અને ઓનલાઇનવાળા વિદ્યાર્થીઓને ઘરે પેપર મોકલાશે

નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટેની સામયિક કસોટી પ્રથમ વખત રદ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ચાલુ માસની તારીખ 20મીથી તારીખ 22મી, સપ્ટેમ્બર સુધી યોજવામાં આવનાર છે. તેમાં ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ શાળામાં આવતા હોય તેમની શાળામાં અને ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ઘરે પ્રશ્નપત્ર મોકલવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગે હાલમાં કોરોનાની મંદ પડેલી સ્થિતિને પગલે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દેવામાં આવી છે. જોકે વર્ષ-2021થી 2022ના શૈક્ષણિક વર્ષ માટે સામયિક કસોટી યોજવામાં આવી હતી. પરંતુ પાઠ્ય પુસ્તકો નહી પહોંચ્યા હોવાથી શિક્ષકોના વિરોધને પગલે સામયિક કસોટી રદ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટી તારીખ 20મી અને તારીખ 22મી, સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...