મેઘતાંડવની અસર:એરફોર્સના હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કરાયા, જામનગરના 127 ગામોમાં અંધારપટ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરના રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે બચાવકાર્ય - Divya Bhaskar
જામનગરના રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે બચાવકાર્ય
  • જામનગર જળબંબાકાર 20 ઇંચ સુધી વરસાદથી 500 લોકોને બચાવાયા
  • એક જ રાતમાં 18 ડેમ છલકાયા

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 6,748 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જામનગર અને રાજકોટ જિલ્લામાં એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા હતા. જામનગરમાં એનડીઆરએફની 3 ટીમ, એસડીઆરએફની 2 ટીમ તહેનાત કરાઈ હતી. રાજ્ય સરકારે વધુ 5 ટીમોની માગણી કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા 1 હજારથી વધારે લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે મોકલાયા હતા.

ભારે વરસાદને કારણે પાણી ફરી વળતા 15 સ્ટેટ હાઇવે, 1 નેશનલ હાઇવે તથા જિલ્લા પંચાયત હસ્તકના 130 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ સર્જાયો હતો. જામનગર જિલ્લામાં 20 ઇંચ સુધી વરસાદને પગલે જળબંબાકાર સર્જાયો હતો. ભારે વરસાદથી એક જ રાતમાં 18 ડેમ છલકાયા હતા જો કે જિલ્લાના 127 ગામોમાં અંધારપટ છવાયો હતો. સોમવારે રાજ્યના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...