તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ફોબિયા:લોકો બહારની દરેક વસ્તુઓને ધૂએ છે તેમજ પોતાની વધારે પડતી કાળજી રાખે

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણનો ભોગ બનેલા વૃદ્ધ દર્દીઓમાં માનસિક ટ્રેસનું પ્રમાણ વધુ

કોરોનાના શરૂઆતના 4 મહિનામાં દરરોજ 6 જેટલા કોરોનાના દર્દીઓ જ્યારે હાલમાં દરરોજ 2થી 3 દર્દીઓમાં માનસિક બિમારી જોવા મળે છે. કોરોનાને કારણે માનસિક બિમારીને લીધે વ્યક્તિ વધુ પડતી કાળજી રાખતો થાય છે. ઘરમાં લાવેલી દરેક વસ્તુઓને ધુએ અને સપ્તાહ સુધી અડે નહી તેવું વર્તન જોવા મળતું હતું. કોવિડ સંક્રમણનો ભોગ બનેલા વડિલ દર્દીઓમાં માનસિક ટ્રેસનું પ્રમાણ વધારે હોવાનું સાયકાટ્રીક તબિબે જણાવ્યું છે.ગાંધીનગર મેડિકલ કોલેજના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.ચિંતનભાઇ સોલંકીએ જણાવ્યું કે, લોકોમાં માનસિક સમસ્યાઓ જોવા મળતી હતી. જેમાં મને શ્વાસ ચડે છે, મને છાતીમાં દુખે છે, મને થઇ જશે તો શું થશે સહિતના પ્રશ્નો દર્દીઓ પુછતા હતા.

જ્યારે કેટલાક મેડિકલ રિપોર્ટ નોર્મલ હોય તેમ છતાં આવા પ્રશ્નો પુછતા હતા. જોકે મોટાભાગના યુવાનોમાં આવા પ્રશ્નો વિશેષ આવતા હતા. ગભરામણના પ્રશ્નો અગાઉ 100માંથી 10 દર્દીઓને આવતા હતા જ્યારે હાલમાં 100માંથી 4 દર્દીઓ આવા પ્રશ્નો પૂછે છે. જોકે હાલમાં લોકો ઘરે જ ઓક્સિમીટરની મદદથી ઓક્સિજન લેવલ માપે છે. આથી છેલ્લા બેથી ત્રણ માસમાં આવા દર્દીઓ ઓછા આવે છે.

દર્દીઓ દ્વારા કરવામાં આવતા પ્રશ્નો

 • જો મને કોરોના થઈ જશે તો ?
 • કોરોનાથી હું મરી નહી જઉં ?
 • કોરોનાથી હું સાજો થઇ જઇશ ?
 • કોરોનાના ક્યારે નાબુદ થશે
 • કદી હોસ્પિટલમાં દાખલ થયા નથી ઉંમર લાયક દર્દીઓ વધુ માનસિક ટ્રેસ અનુભવતા હતા ?

માનસિક ટ્રેસના કારણો

 • કોવિડ વોર્ડમાં અન્ય કોઇ સગાની સાથે મુલાકાત નહી હોવાથી ડર
 • વોર્ડમાં અન્ય ગંભીર દર્દીને જોઇને મોતનો ડર લાગતો હોય છે
 • તબિબો ચેક કરતા હોવા છતાં ડોક્ટર મારી પાસે આવતા નથી
 • વોર્ડમાંથી બહાર જવાનું નહી અને અન્ય કોઇની સાથે વાતચીત નહી કરવાથી માનસિક ડર અનુભવતા હોય છે

દર્દીને માનસિક દવા આપવી પડતી હતી
કોરોનાથી માનસિક ડરને લીધે ઉંઘ ન આવવી, ભૂખ ન લાગવી, બેચેની રહેવી, શ્વાસ ચડવો, ધ્રુજારી થવી, છાતીમાં દુ:ખાવા સહિતની ફરિયાદોને લીધે દાખલ દર્દીઓમાંથી 5 ટકાને માનસિક દવા આપવાની જરૂર પડતી હતી. જ્યારે કોઇ દર્દીને કોરોના પહેલાં માનસિક બિમારી હોય તો તેવા દર્દીને દવાનો ડોઝ વધારે પડતો આપવો પડતો હતો. - ડો.ચિંતનભાઇ સોલંકી, મનોચિકિત્સક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો