લોકોમાં રોષ ઉઠ્યો:જાસપુરથી અડાલજ સુધી ઉભરાતી ગટરથી વેપારીઓ સહિત લોકો પરેશાન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગટર ઉભરાતા યોગ્ય સફાઇ કરવા સ્થાનિકોની માંગ - Divya Bhaskar
ગટર ઉભરાતા યોગ્ય સફાઇ કરવા સ્થાનિકોની માંગ
  • સપ્તાહથી ગટર ઉભરાવા છતાં સફાઈ ન કરતાં લોકોમાં રોષ ઉઠ્યો

જાસપુરથી અડાલજ સુધીની ગટર સપ્તાહથી ઉભરાઈ રહી છે. પરિણામે વેપારીઓ સહિત સ્થાનિક લોકો પરેશાની વેઠી રહ્યા છે ત્યારે આ ગટરલાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માગણી લોકોમાં ઊઠી છે. પાટનગરની ગટર લાઇન જાસપુર સુધી લંબાવવામાં આવી છે. જોકે ગટરનું પાણી જાસપુર ખાતે ટ્રીટ કરીને બગીચામાં મોકલવામાં આવે છે.

ઉપરાંત તેમાંથી નીકળતા કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ ગટર લાઇનની સમયાંતરે યોગ્ય સફાઈ ન કરાતાં અડાલજ ગામ પાસે ગટર ઉભરાતા સ્થાનિક લોકો પરેશાની વેઠી રહ્યા છે. ગટરની સમયાંતરે સફાઈ કરવામાં આવે તો 6-6 મહિને ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકોને રાહત મળે તેવી માંગણી અડાલજના સરપંચે કરી છે. ગામના અગ્રણી પ્રજ્ઞેશ પટેલે સબંધિત વિભાગમાં જાણ કરી હોવા છતાં ગટર સાફ ન કરાતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.ત્યારે આ ગટરલાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માગણી લોકોમાં ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...