ભૂગર્ભ જળનો આગ્રહ:ગાંધીનગરના 297 પૈકીના 37 ગામના લોકોનો બોરનું જ પાણી પીવાનો નિર્ણય, ગ્રામજનોએ સ્વેચ્છાએ નિર્ણય કર્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ઘરે ઘરે નર્મદાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

ગાંધીનગરમાં નર્મદાનું પાણી ઘરે ઘરે મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 297 ગામો પૈકીનાં 37 ગામમાં રહેતા ગ્રામજનો બોરનું જ પાણી પી રહ્યા છે. જે મુજબ દહેગામના 17,ગાંધીનગર - 14 અને કલોલના 6 ગામ ના લોકો સ્વેચ્છાએ બોરનું પાણી પી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના 297 ગામો પૈકી 37 ગામોમાં આજે પણ નર્મદાનું નહીં પરતું બોરનું પાણી પીવામાં આવી રહ્યું છે. જે મુજબ દહેગામના તાલુકાના 17 ગામમાં કનીપુર, મોટા પસુનીયા, ડેમાલીયા, રામનગર, હિલોલ વાસણા, કમાલબંધ વાસણા, શિયાપુર, ચામલા, મોટીપાવઠી, નજુપુરા, સામ્બેલા, નાંદોલ, અહમદપુરા, જાલિયા મઠ, ઇસનપુર ડોડિયા, પાલુન્દ્રા અને અમરાજીના મુવાડાનો સમાવેશ થાય છે.

કલોલ તાલુકાના 6 ગામમાં ભીમાસણ, કારોલી, રામનગર, વાંસજડા, શેરીસા અને મુલસણાનો તેમજ ગાંધીનગર તાલુકાનાં 14 ગામમાં દશેલા, આલમપુર, લેકાવાડા, ભુંડીયા, સિહોલી મોટી, સાદરા, માધવગઢ, રાયપુર, શાહપુર, પાલજ, રણાસણ, બાસણ, કરાઇ અને ચિલોડા(નાના)નો સમાવેશ થાય છે. આ અંગે પાટનગર યોજના વિભાગના સૂત્રોના કહેવા મુજબ જિલ્લાના દરેક ગામોમાં પાણી પુરતા પ્રમાણમાં પહોંચે તેવી વ્યવસ્થા છે.ગાંધીનગર જિલ્લામાં નર્મદાનું પાણી 1 હજાર લીટરના 2 રૃપિયાના ભાવે આપવામાં આવે છે.

જિલ્લામાં શહેરી વિસ્તારમાં માથા દીઠ 140 લીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 100 લીટરના હિસાબથી પાણી આપવામાં આવે છે. પરંતુ જ્યાં ટયુબવેલ આધારિત પાણી વ્યવસ્થા હોય ત્યાં માથા દિઠ 70 લીટર પાણીનું ધોરણ નિર્ધારિત કરવામાં આવેલુ છે. જિલ્લામાં રીચાર્જ માટે 45 બોર બનાવવામાં આવ્યા છે.

તળાવની અંદર બોર બનાવીને તેમાં વરસાદી મોસમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. તેમાં તળાવમાં વધારે પાણી જમા થાય ત્યારે તે પાણી બોરમાં જતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છતાં ગાંધીનગર શહેરમાં 90થી 120 મીટરે, કલોલમાં 100થી 110 મીટરે, માણસામાં 80થી 160 મીટરે અને દહેગામમાં 90થી 120 મીટરે ભૂ-જળ પ્રાપ્ત થાય છે. ગાંધીનગરનાં છેવાડાના સેક્ટરમાં છેવાડાના ઘર સુધી દબાણથી પાણી પહોંચાડવા માટે મિનીટના 600 લીટરના ફોર્સથી પાણી છોડાય છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં રાજ્યના કોઇપણ શહેરની સરખામણીએ પાણીનો માથા દિઠ સૌથી વધુ જથ્થો 243 લીટર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...