તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફવા:SG હાઈવે પર ગાડીમાં ઓઈલ ટપકે છે કહી શખ્સો લૂંટ કરે છે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પોલીસના નામે મેસેજ વાઈરલ, પોલીસે કહ્યું આ મેસેજ ખોટો છે, ડરવાની કોઈ જરૂર નથી
  • સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાઈરલ

ગાંધીનગર સરખેજ હાઇવે પર 2 ગઠિયાઓ બાઇક લઇને આવે છે અને લૂંટ ચલાવી રહ્યા છે, તેવા ખોટા સમાચાર વાઈરલ થતાં શહેરીજનોમાં ડર ઊભો થવા પામ્યો છે. જો કે, આ ખોટા સમાચાર ગુજરાત પોલીસના નામે વાઈરલ થઈ રહ્યો છે. આ બાબતે પોલીસે સાથે વાત કરતાં જણાવ્યું કે, આ પ્રકારનો મેસેજ લોકોમાં ફરી રહ્યો છે, જે ખોટો છે તેમજ આ બાબતે નાગરિકોને ડરવાની કોઈ જરૂર નથી.

આ મેસેજ સાચો માનવો કે ખોટે તેની વિમાસણમાં જોવા મળે છે. મેસેજમાં જણાવ્યું છે કે, સરખેજથી ગાંધીનગર આવતા જતા માણસોને સૂચના કે 2 ગઠિયાઓ એક બાઇક ઉપર આવે છે અને ચાલુ ગાડીમાં કહે છે કે, તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે. એટલે તમે તમારૂ વાહન રોકો એટલે તુરંત તમને લૂંટી લે છે. ત્યારે તમામને ચેતવજો અને આ સંદેશ તમારા બીજા ગૃપમાં શેર કરજો, કોઇ રાત્રે વાહન ઊભા ના રાખે

ગુજરાત પોલીસ અડાલજ પોલીસના પીઆઇ જે.એચ.સિંધવે કહ્યુ કે, આ પ્રકારના મેસેજ વાઈરલ થતા છે, તે બાબતે અમારી પાસે કોઇ ફરિયાદ આવી નથી. છતાં આ પ્રકારનુ કાંઇ હશે તો ચોક્કસ ગંભીરતાથી લેશે. પરંતુ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. જરૂરિયાત જણાશે ત્યાં પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...