ઉગ્ર રજૂઆત:રેલવે સ્ટેશનથી બસ સેવાના અભાવથી લોકો પરેશાન

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બમણું ભાડંુ ચૂકવતા નગરવાસીઓ : સિટી બસ સુવિધા શરૂ કરવા ઉગ્ર રજૂઆત

રાજ્યના પાટનગરવાસીઓને દેશના મુંબઇ, હરિદ્વાર અને ઇન્દોર સરળતાથી નિયત કરેલા ભાડામાં જઇ શકે છે. પરંતુ સેક્ટર-14 રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જવા માટે સીટી બસની સુવિધા નહી હોવાથી બમણું ભાડુ ખર્ચીને ઘરે જવાની ફરજ પડી રહી છે. ત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનને આવરી લેતા સરક્યુલર રૂટ સીટી બસ શરૂ કરવા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ અરૂણ બુચે માંગણી કરી છે.

પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવા ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે. પરંતુ નગરવાસીઓને ઉપયોગી તેવી સેવા મળી રહે તે માટે કોઇ જ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. જેને પરિણામે નાની મોટી દરેક બાબતે નગરવાસીઓેને હાલાકી વેઠવાની ફરજ પડી છે.

આવી સ્થિતિ રાજ્યના પાટનગર રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જવા મુસાફરો માટે કપરૂ બની રહે છે. પાટનગરને દેશના અન્ય રાજ્યો જોડતી ટ્રેન સેવાનો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ટ્રેન સેવાનો નગરવાસીઓ લાભ પણ લઇ રહ્યા છે. પરંતુ નગરવાસીઓને રેલવે સ્ટેશન જવા માટે સ્પેશ્યિલ ખાનગી વાહનનું ભાડું ચુકવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...