સમસ્યા:કોરોનાની સહાયનાં ફોર્મ બાબતે લોકો અસમંજસમાં

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદલાતા ઠરાવોથી કામગીરી શરૂ થઈ નથી

કોરોના સહાય મુદ્દે કેન્દ્રની જાહેરાત બાદ 15 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થવાની વાત થઈ હતી. ત્યારે ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી ફોર્મ માટે ધક્કા ખાતા અરજદારો હજુ પણ અસમંજસની જ સ્થિતિમાં છે. સરકાર દ્વારા એક પછી એક અલગ-અલગ ત્રણ જેટલા ઠરાવો કરતાં જિલ્લાનું તંત્ર પણ ગોટાળે ચઢ્યું હોવાની સ્થિતિ છે. અલગ-અલગ ઠરાવોને પગલે તંત્ર ફોર્મ ક્યાંથી આપશે અને ક્યારે આપશે તે અંગે તંત્ર કોઈ જાહેરાત કરી શક્યું નથી. આવી તમામ સ્થિતિ વચ્ચે સહાય મેળવવા માગતા નાગરિકો દરરોજ કલેક્ટર કચેરીના ધક્કા ખાઈને થાકી ગયા છે.

અગાઉ સરકારે કોવિડથી થયેલાં મૃત્યુની સામે વળતરના દાવા માટે અરજદારે પોતાના સગાંનું મૃત્યુ કોવિડને કારણે થયું છે તે મુજબનું પ્રમાણપત્ર ખાતરી સમિતિ (સ્ક્રૂટીની કમિટી) પાસેથી મેળવવાનો નિયમ બનાવ્યો હતો. જોકે સુપ્રીમકોર્ટની ઝાટકણી બાદ સરકારે નવેસરથી સુધારા ઠરાવ બહાર પાડ્યો છે. જેમાં મૃતકના વારસદારોએ માત્ર જિલ્લા કલેક્ટર હેઠળના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જ સીધી અરજી કરવાની રહેશે. અત્યાર સુધી ધક્કા ખાતા લોકોને ડેથ ઓફ કોઝનું સર્ટીફિકેટ લેવા માટેનું ફોર્મ અપાતું હતું.

અન્ય સમાચારો પણ છે...