તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લાનાં સામૂહિક- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પિડિયાટ્રિક વોર્ડ શરૂ કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો
  • ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાની જરૂરિયાત અંગેના રિપોર્ટ કરવા સહિતના આરોગ્ય તંત્રે આદેશો કર્યા

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઊભી થનાર આરોગ્ય સુવિધાઓની જરૂરીયાત અંગેનો રિપોર્ટ કરવાનો આદેશો જારી કરાયો છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પિડિયાટ્રીક વોર્ડ સહિતની સુવિધા ઊભી કરવા અંગેનો રિપોર્ટ પણ તૈયાર કરવાની જિલ્લા આરોગ્ય તંત્રને સુચનાઓ જારી કરાઈ છે.ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી કર્મચારીઓની કેટલી જરૂરીયાત રહેશે.

ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ અને બીજી લહેરમાં નોંધાયેલા કોરોનાના કેસના આધારે ત્રીજી લહેરમાં તેમાં કેટલા ટકા કેસનો વધારો થવાની શક્યતા રહેલી તેનો પણ અંદાજો મંગાવવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્રના તાબાના ગામોમાંથી નોંધાયેલા કોરોનાના કેસમાં વય જૂથ મુજબ કેટલું પ્રમાણ રહ્યું સહિતનો અભ્યાસ કરવાની સુચના યોજાયેલી વીસીમાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ સુચના આપી છે.

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને પગલે જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાયા હોય ત્યાં વેક્સિનેશન સઘન કરવાની સુચના આપી છે. ઉપરાંત જે વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી ઓછી થઇ હોય ત્યાં પણ વેક્સિનેશન વધારવાની પણ સુચના આરોગ્ય વિભાગ દ્વારા અાપવામાં આવી છે.

પ્રથમ,બીજી લહેરમાં બાળકોના કેસનો અભ્યાસ કરવા આદેશ કરવામાં આવ્યો
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કેટલા બાળકો સંક્રમિત થયા છે. તેમાંથી કેટલા બાળકો સાજા થયા અને કેટલાનું ડેથ થયું સહિતના કેસનો અભ્યાસ કરવાનો આદેશ કર્યો છે. ઉપરાંત તેના આધારે ત્રીજી લહેરમાં બાળકોના કેટલા કેસ વધી શકે છે તેનો અંદાજો કરીને તૈયારીઓ કરવાની પણ સુચના આપી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

10 આ. કેન્દ્રોમાં PHA પ્લાન્ટ ફિટ કરાશે
કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સ્થાનિક કક્ષાએ જ કોરોનાની સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે. તેમાં ઓક્સિજનની કમી દુર કરવા માટે જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ વધુ વસ્તી ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાના અંદાજે 10 જેટલા પ્લાન્ટ ફીટ કરાશે.

પિડિયાટ્રિક તબીબોની ભરતી કરાશે
જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કોવિડના પિડિયાટ્રીક દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેનું આયોજન કરાશે. જેના માટે સભંવિત 50 જેટલા પિડિયાટ્રીક તબિબોની જરૂરીયાત ઉભી થવાની શક્યતા રહેલી હોવાથી તેની ભરતી પણ કરવામાં આવશે.

કેન્દ્રોમાં પિડિયાટ્રિક વોર્ડ વધારાશે
જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પિડિયાટ્રીક વોર્ડ આવેલા છે. પરંતુ કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત વધારે થવાની શક્યતા રહેલી છે. આથી પિડિયાટ્રીક વોર્ડમાં બેડની સંખ્યા વધારવામાં આવશે.

આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં 200 વેેન્ટિલેટર
જિલ્લાના સામુહિર આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં 200 જેટલા વેન્ટીલેટર છે. જ્યારે ત્રીજી લહેરમાં કોરોનાના કેસ વધે ત્યારે કેટલા વેન્ટીલેટરની જરૂરીયા રહેશે તેના આધારે વેન્ટીલેટર પણ આપવામાં આવશે.

શાળાઓમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરાશે
કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારીઓ કરવા જિલ્લા આરોગ્ય તંત્રને સુચના આપી છે. ઉપરાંત કેસ વધે તો કોમોર્બિટીવાળા અને માઇલ્ડ દર્દીઓને સ્થાનિકકક્ષાએ સારવાર મળી શકે તે માટે શાળાઓમાં કોવિડ કેસ સેન્ટર ઉભા થઇ શકે કેમ તેનો પણ અભ્યાસ કરવાની સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...