તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં પાટીલનો સંવાદ:ચૂંટાયેલા નેતાઓને પાટીલે આયનો બતાવ્યો, કહ્યું -તમે મોદીની લોકપ્રિયતાથી જ જીત્યા છો, કાર્યકર્તાઓનું અપમાન સાંખી નહિ લેવાય

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૂંટાયા પછી કાર્યકર્તાને ચણા-મમરા ગણતા નેતાઓને ‘આયનો’ દેખાડતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, વિજેતા ઉમેદવારો પોતાની લોકપ્રિયતાથી ચૂંટાયા હોવાનું ઘમંડ રાખીને કાર્યકર્તાઓનું અપમાન કરશે તો કોઈ સંજોગોમાં સાંખી લેવાશે નહીં. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં લોકપ્રિયતા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ છે.

પાટણમાં માર્કેટિંગ યાર્ડના કોન્ફરન્સ રૂમમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થનારા ઉમેદવારો માટે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા પાટીલે રીતસરના વિજેતા ઉમેદવારોને તેમના વિજયનો ખરો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેમણે કહ્યું કે, વિજેતા ઉમેદવાર પહેલા કાર્યકર્તા હતો અને હવે વિજેતા થયો છે એટલે તેમણે પણ કાર્યકર્તાઓનું સન્માન કરવું જોઈએ. તેમણે વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ જીત મેળવે એટલા માટે દરેક પેજ પ્રમુખ અત્યારથી જ સક્રિય બને તેવી હાકલ કરી હતી.

સી.આર. પાટીલે વિજેતા ઉમેદવારોને ખખડાવ્યા
કાર્યકર્તા સર્વોપરી છે, વિજેતા ઉમેદવારને કાર્યકર્તા જ વિજેતા બનાવે છે તેવું સ્પષ્ટ સમજાવવા પાટીલે વિજેતા ઉમેદવારોને ખખડાવ્યા હતા. પાટીલના તેવર જોઈને કાર્યક્રમના કવરેજ માટે આવેલ મીડિયાને પણ એક તબક્કે હોલની બહાર જવા માટે અપીલ કરવી પડી હતી.

કેજરીવાલને જૂઠ્ઠું બોલવાની ટેવ: પાટીલ
પાટીલે કહ્યું કે, ભાજપ પાસે 1.14 કરોડ કાર્યકર્તા છે, એકાદ કાર્યકર્તાને લઈ જઈ ચૂંટણી જીતાતી નથી. અરવિંદ કેજરીવાલને જૂઠ્ઠું બોલવાની ટેવ છે.

અન્ય સમાચારો પણ છે...