તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીના વખાણ:તાઉતેમાં 53નાં મોત, પાટીલે સરકારને અભિનંદન આપ્યાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં હોસ્પિટલોમાં પથારીઓ, ઓક્સિજન, રેમડેસિવિર, સ્મશાનોમાં લાકડાં ખૂટ્યાં, પણ પાટીલે કહ્યું સારી વ્યવસ્થા કરી

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સોમવારે મળી હતી જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને ગુજરાતના 53 લોકોનો ભોગ લેનારાં તાઉતે વાવાઝોડામાં કરેલી કામગીરીના વખાણ કર્યાં હતાં. એટલું જ નહીં કોરોનાકાળમાં અસંખ્ય દર્દીઓ મૃત્યુ પામ્યાં, હોસ્પિટલમાં પથારીઓ, ઓક્સિજન, રેમડેસિવીર અને સ્મશાનોમાં લાકડાં ખૂટી પડ્યાં હતાં, પરંતુ પાટીલે રૂપાણી સરકારની પ્રશંસામાં કહ્યું કે સરકારે દર્દીઓની સારી સેવા કરી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાકાળમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પક્ષના કાર્યકરોએ કરેલાં સેવાના કામ માટે તેમને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોરોના સમયે સંગઠને સરકાર સાથે મળીને જે કામ કર્યું તેને બિરદાવ્યું હતું. મહેશ સવાણી મુદ્દે પાટીલે કહ્યું કે ઉદ્યોગપતિ પોતાના કામ માટે રાજકારણમાં જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...