તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:પાટીલ, CM, DyCM, 2 મંત્રી, 3 સાંસદ મતદારો પાસે મત માગશે

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મહાનગરપાલિકાની 18 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપના પ્રદેશપ્રમુખ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 20 સ્ટાર પ્રચારક મતદારોને રીઝવશે. આ માટે પક્ષે યાદી તૈયાર કરી છે, જેમાં 2 મંત્રી, 3 સાંસદ, 1 ધારાસભ્ય અને 1 પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના પ્રદેશ કક્ષાના હોદ્દેદારોનો સમાવેશ કરાયો છે. ભાજપે ચૂંટણી પંચને આ યાદી મોકલી છે.

મહત્ત્વનું છે કે સ્ટાર પ્રચારકોના પ્રચાર કાર્યક્રમો, સભાઓ અને રેલીઓનો ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાતો નથી, પરંતુ પક્ષના ખાતામાં ગણાતો હોય છે. આગામી દિવસોમાં ભાજપ આ સ્ટાર પ્રચારકોના કાર્યક્રમો પણ જાહેર કરશે.

કોરોનાગ્રસ્ત જાડેજા પ્રચાર કેવી રીતે કરશે?
સ્ટાર પ્રચારકોની યાદીમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ નામ છે, પરંતુ જાડેજા તાજેતરમાં જ કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, ત્યારે પક્ષમાં ચર્ચા ચાલી રહી છે કે ગૃહમંત્રી 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન હશે તો પ્રચાર કેવી રીતે શકશે?

આ સ્ટાર પ્રચારકો ગાંધીનગરના મતદારોને રીઝવશે

નામહોદ્દો
સી. આર. પાટીલપ્રદેશ પ્રમુખ
વિજય રૂપાણીમુખ્યમંત્રી
નીતિન પટેલના. મુખ્યમંત્રી
પરષોત્તમ રૂપાલાકેન્દ્રીય મંત્રી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાકેૅબિનેટ કક્ષાના મંત્રી
ભીખુભાઈ દલસાણિયાપ્રદેશ સચિવ, ભાજપ
ગોરધન ઝડફિયાઉપપ્રમુખ, ભાજપ
રજનીભાઈ પટેલપ્રદેશ મહામંત્રી, ભાજપ
વિનોદભાઈ ચાવડાપ્રદેશ મહામંત્રી, ભાજપ
આઇ. કે. જાડેજાપૂર્વ ઉપપ્રમુખ, ભાજપ
શંભુનાથ ટૂંડિયાકેન્દ્રીય સચિવ, અનુ. જાતિ મોરચો, ભાજપ
પ્રદીપસિંહ જાડેજાગૃહમંત્રી
પરબત પટેલસાસંદ, બનાસકાંઠા
નરહરિ અમીનસાસંદ (રાજ્યસભા)
રમીલાબેન બારાસાંસદ (રાજ્યસભા)
ડૉ. જ્યોતિબેન પંડ્યાપ્રદેશ મહામંત્રી, મહિલા મોરચો, ભાજપ
અમિત ઠાકરપૂર્વ રાજ્ય સચિવ, ભાજપ, ચૂંટણી ઇનચાર્જ
એચ. એસ. પટેલસાસંદ (અમદાવાદ પૂર્વ)
શંભુજી ઠાકોરસાસંદ
અલ્પેશ ઠાકોરપૂર્વ સાંસદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો