તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તબીબો-નર્સિંગ સ્ટાફની હડતાળથી દર્દીઓ રામભરોસે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગણીઓ નહી સ્વિકારતા તબીબો અને નર્સિંગ કર્મચારીઓએ શસ્ત્ર ઉગામ્યુ

સાતમા પગાર પંચનો લાભ, સીપીએફ લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોરોના વોરિયર્સ તબીબો-નર્સિંગ સ્ટાફને આર્થિક વેક્સિન આપવા માંગ કરી છે. જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજના તબીબો અને નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નો નહી ઉકેલાતા હડતાલનું શસ્ત્ર ઉગામતા કોરોનાના દર્દીઓની સ્થિતિ રામભરોસે બની રહી છે.

સવા વર્ષથી કોરોનાને હરાવીને દર્દીઓને સાજા કરવા જંગે ચડેલા તબીબો અને નર્સિંગ કર્મચારીઓ પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સારવાર કરી છે. જોકે કોરોનાથી બચવા તબીબો અને નર્સિંગ કર્મચારીઓને વેક્સિન અપાઈ છે. ત્યારે એક દાયકાથી મળવાપાત્ર લાભોથી વંચિત રખાયા છે. આથી જીએમઇઆરએસ સંચાલિત રાજ્યની કુલ 8 મેડિકલ કોલેજના 700 તબીબો અને 2000 નર્સિંગ સ્ટાફ હડતાલનું શસ્ત્ર ઉગામતા કોવિડના દર્દીઓની હાલત કફોડી બની છે. માંગણીઓમાં સાતમા પગાર પંચનો લાભ આપવો, સીપીએફ લાગુ પાડીને એકાઉન્ટ ખોલવા, કેરિયર એડવાન્સમેન્ટ સ્કિમનો લાભ સાતમા પગારપંચ મુજબ આપવો, તબીબી ભથ્થુ, બઢતી, એલટીસી, ઉચ્ચત્તર, વાહન વ્યવહાર ભથ્થુ સહિતની માંગણીઓના ઉકેલ માટે લડત શરૂ કરી છે.

કોવિડના દર્દીઓ રેસિડન્ટ, ઇન્ટન તબીબોના હવાલે
જીએમઇઆરએસ સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજમાં હાલમાં 300થી ઉપર કોરોનાના દર્દીઓ દાખલ છે. ત્યારે આ દર્દીઓની સારવારની જવાબદારી રેસિડન્ટ, ઇન્ટન અને સરકારી કુલ 150 જેટલા તબીબોના માથે આવી પડી છે.

તમામ મેડિકલ કોલેજોમાં 50 ટકા સ્ટાફની ઘટ
જીએમઇઆરએસ સંચાલિત રાજ્યની ગાંધીનગર સહિતની 8 મેડિકલ કોલેજોમાં 50 ટકા તબીબ અને 50 ટકા નર્સિંગ સ્ટાફની ઘટ છે. જોકે નર્સિંગ સ્ટાફ આઉટ સોર્સિંગથી ભરતી કરી છે. પરંતુ તબીબ સ્ટાફ નહી હોવાથી દર્દીઓની હાલત કફોડી બની રહેશે.

દર્દીઓની સારવારનું માર્ગદર્શન અપાશે
કોવિડના દર્દીઓની સારવાર અંગે રેસિડન્ટ અને ઇન્ટન તબીબોને ફોન ઉપર માર્ગદર્શન અપાશે. તેમ હડતાલ ઉપર બેઠેલા તબીબોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...