તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ભાગરૂપે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પાટીદાર સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં સમાજના આગેવાનોએ સમાજે સૂચવેલા ઉમેદવારોને ટિકીટ નહીં મળી હોવા અંગે રજૂઆત કરી હતી. જેની સામે પાટીલે કહ્યું હતું કે ભાજપની પોલીસી મુજબ કેટલાક ઉમેદવારોને ટિકીટ મળી નથી પરંતુ સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તેનું ખાસ ધ્યાન રખાયું છે.
પાટીલે સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે પાટીદાર સમાજ અને ભાજપ એકબીજાના પૂરક છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપને સત્તા મળે તે માટે સમાજના આગેવાનોએ આગળ આવવું જોઇએ. માત્ર સમાજના ઉમેદવારને મત આપવાને બદલે આખી પેનલને મત મળે અને તમામ વોર્ડમાં આખી પેનલ વિજેતા બને તે માટે સમાજ પ્રયાસ કરે. પાટીદાર સમાજના આગેવાનોને તેમના સમાજને લગતા કોઇ પ્રશ્નો હોય તો તેના નિરાકરણ માટે પણ પાટીલે ખાત્રી આપી હતી.
ગાંધીનગર હાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને પ્રથમવાર બહુમતી મળે તે માટે ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોરચો સંભાળ્યો છે. પાટીલે ગાંધીનગરમાં વિવિધ સમાજના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ગૃપ મીટીંગો શરૂ કરી છે. સૌપ્રથમ બેઠક તેમણે પાટીદાર સમાજ સાથે કરી હતી. ગાંધીનગરમાં પાટીદાર સમાજના 80થી 90 હજાર જેટલા મતો ચૂંટણીમાં નિર્ણાયક બની શકે તેમ છે ત્યારે ભાજપે પાટીદાર સમાજના 14 ઉમેદવારોને ટિકીટ આપી છે. પાટીલે દલિત સમાજ, માલધારી સમાજ સાથે પણ બેઠક યોજી હતી અને તેમને પણ ભાજપની સાથે રહેવા અપીલ કરી હતી.
બુધવારે પાટીલ ઠાકોર સમાજ સાથે બેઠક યોજશે. આ ઉપરાંત ગાંધીનગરના પ્રબુધ્ધ નાગરિકો, ડોક્ટરો સાથે પણ તેમણે બેઠક યોજીને નગરના વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. બુધવારે રાત્રે વકીલો તથા સીએ સાથે પણ પાટીલની બેઠક યોજાશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.