કાર્યવાહી:ચંદ્રાલા પાસે 2 બસમાંથી દારૂ સાથે પેસેન્જર ઝડપાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદનો શખ્સ 4 બોટલ જ્યારે રાજસ્થાનો યુવક 2 બોટલ સાથે પકડાયા

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે બે અલગ-અલગ લક્ઝરી બસમાંથી દારૂ સાથે બે પેસેન્જર ઝડપાયા હતા. આ અંગેે મળતી માહિતી અનુસાર ચિલોડા પોલીસનો સ્ટાફ રવિવારે સવારે વાહન ચેકિંગમાં હતો. ત્યારે સાડા આઠ વાગ્યાના સુમારે હિંમતનગર તરફથી લક્ઝરી બસ આવી હતી. જેને રોકાવીને ચેકિંગ કરતાં એક પેસન્જરના થેલામાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. પેસેન્જરનું નામ પૂછતાં તે રાજસ્થાનનો અમિતકુમાર મહાદેવપ્રસાદ સારણ (25 વર્ષ, જયપુર) હોવાનું સામે આવ્યું હતું.

જેને પગલે પોલીસે તેની પાસેથી 3,180ની કિંમતની દારૂની બોટલ જપ્ત કરીને આરોપી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ચિલોડા પોલીસનો સ્ટાફ શનિવારે રાત્રે ચંદ્રાલા ચેકપોસ્ટ પર હાજર હતો. આ સમયે રાત્રે 11 વાગ્યે હિંમતનગર તરફથી આવેલી લકઝરી બસ રોકીને ચેકિંગ કર્યું હતું. જેમાં એક પેસન્જરના થેલામાંથી દારૂની 4 બોટલ મળી આવી હતી. જેનું નામ પૂછતાં તે અમદાવાદના ન્યુ મણીનગરનો જીતેન્દ્રકુમાર બાબુલાલ ગુપ્તા (58 વર્ષ, શ્રીનંદ સિટી) હોવાનું સામે આવ્યં હતું. જેને પગલે પોલીસ આરોપી પાસે 4140ની કિંમતની દારૂની ચાર બોટલ જપ્ત કરીને પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...