તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગાંધીનગર મનપાની ચૂંટણી જંગમાં 44માંથી 23 ઉમેદવારો જાહેર કરી આમ આદમી પાર્ટીએ રણશિંગું ફૂંકયુ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં નવા સમીકરણો રચાય તેવા સંકેતો

ગાંધીનગરના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ એકબીજા સાથે ચૂંટણી જંગમાં બાથ ભીડતા હતા ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવીને 11 વોર્ડનાં 44 ઉમેદવારો પૈકી 9 વોર્ડ ઉપર પોતાના 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. જેના પગલે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં નવા સમીકરણો રચાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગમાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પહેલી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો કલેકટર કચેરી ખાતે ભરવામાં આવશે. ત્યારે કોરોના સંક્રમણને પગલે ફોર્મ ભરતા સમયે ઉમેદવાર સાથે ત્રણ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ભાજપ અને કોંગ્રેસ પક્ષને મતોમાં ચોક્કસથી માર પડવાનો છે. એક તરફ બંને મોટા રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો હજી જાહેર કરવામાં મનોમંથનમાં લાગેલાં છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ 9 વૉર્ડ પર પોતાના 23 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીનાં ચૂંટણીલક્ષી સંમેલનમાં પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ મુકેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ત્યારે તેમને ટિકિટ મળશે તેવી ચર્ચાઓએ ગાંધીનગરમાં જોર પકડ્યું હતું, પરંતુ આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોમાં પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ ની બાદબાકી કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી આજે વોર્ડ નંબર 1, 3,4,6,7,8,9,10 તેમજ વોર્ડ નંબર 11 માં કુલ 23 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ આપ પાર્ટીનાં ઉમેદવારોના પ્રથમ લિસ્ટમાં ગાંધીનગર મેયરના વોર્ડ નંબર પાંચમાં કોઇ ઉમેદવાર જાહેર ન કરતા આશ્ચર્ય સર્જાયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના મિડિયા કન્વીનર તુલી બેનર્જીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં હજી બાકી રહી ગયેલા વોર્ડમાં પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો