તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારોને રીઝવવાનો પ્રયાસ:ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું સાત કામોનું ગેરેન્ટી કાર્ડ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમ આદમી પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કરી તમામ વોર્ડમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી
 • આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન થઈ જવાની શક્યતા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન થઈ જવાનું છે. ત્યારે આજે કોર્પોરેશનની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ સાત કામોનું ગેરંટી વાળુ કાર્ડ જાહેર કરી મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો ઉપરાંત કોર્પોરેશનના 11 વોર્ડ દીઠ પ્રભારીઓની પણ નિમણુંક કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ગેરેન્ટી કાર્ડમાં ગાંધીનગરના મતદારોને રીઝવવા માટે અનેક દાવાઓ પણ કરવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું છે. કોર્પોરેશનના રાજકારણમાં અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થતી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરતા આ વખતે કોર્પોરેશનની ચૂંટણી જંગ ત્રિપાંખિયો રહેવાનો છે. ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા મતદારોને પણ ત્રીજો વિકલ્પ મળી ગયો છે જેના પગલે ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન થઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ વખતે કોર્પોરેશનની ચૂંટણી જંગ ત્રિપાંખિયો રહેવાનો છે
આ વખતે કોર્પોરેશનની ચૂંટણી જંગ ત્રિપાંખિયો રહેવાનો છે

ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ચુંટણી મેનિફેસ્ટો અંતર્ગત ગાંધીનગરમાં સાત કામો સંદર્ભે ગેરેન્ટી કાર્ડ જાહેર કરી વિવિધ કામો માટે દાવાઓ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ બાબતે ગેરંટી આપવામાં આવી છે કે, દરેક સરકારી શાળાનું નવીનીકરણ કરી તેમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં અંગ્રેજી મીડિયમની 10 આધુનિક સરકારી શાળાઓ શરૂ કરી શેરમા અદ્યતન સુવિધા સાથેની સેન્ટ્રલ એસી લાઇબ્રેરી અને રીડિંગ રૂમ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોચીંગ સેન્ટરો બનાવાશે. તદુપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ દવાખાને ની સુવિધાઓ વધારી દરેક દવાખાનામાં તમામ પ્રકારના લોહી પેશાબ સીટીસ્કેન એક્સ રે અને દવા નિશુલ્ક કરી દેવામાં આવશે તમામ સિનિયર સિટીઝનને દર 60 દિવસે ઘરે બેઠા ફ્રી મેડીકલ ચેકઅપ ની સુવિધાઓ પણ આપવાના દાવાઓ ગેરેન્ટી કાર્ડ માં કરવામાં આવ્યા છે.

આ સિવાય પ્રોપર્ટી ટેકસમાં 50 ટકાનો ઘટાડો કરી ધંધા રોજગારની વેરાની નવેસરથી સમીક્ષા કરી સ્વ વપરાશ અને ભાડે આપેલી જગ્યા નો વેરો એક સમાન કરી નવા સમાવેશ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળે ત્યાં સુધી વેરાઓ નહીં લેવા તેમજ સેક્ટરના આંતરિક રસ્તા પર કોર્પોરેશન સંચાલિત આધુનિક એસટી બસ ચાલુ કરી બસમાં બહેનો વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે મુસાફરી નિશુલ્ક કરી ને બસોમાં સીસીટીવી પણ મૂકવામાં આવશે જો આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં જીતીને આવશે તો ગાંધીનગર શહેરમાં મહિલા સ્પોર્ટ્સ એકેડેમી ક્રિકેટ એકેડેમી તેમજ રંગમંચના ભાડામાં 50 ટકા રાહત આપી ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કરવા માટે કોમ્યુનીટી હોલ બનાવવાનો પણ દાવો કરી ગેરેન્ટી કાર્ડમાં જન્મ-મરણ-લગ્ન તેમજ અન્ય સરકારી પ્રમાણપત્રોની હોમ ડિલિવરી કરવા ઉપરાંત કોર્પોરેશનને લગતી તમામ ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર સીસ્ટમ બનાવી ગલ્લા અને પાથરણાવાળાઓને પણ કોર્પોરેશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું સાત કામોનું ગેરેન્ટી કાર્ડ
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું સાત કામોનું ગેરેન્ટી કાર્ડ

તે સિવાય કોર્પોરેશનની હાલમાં ચાલુ અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક પૂર્ણ કરી પેન્ટિંગ તમામ ભ્રષ્ટાચારના કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી સજા થાય એવી ઝડપી કામગીરી કરવાની સાથે અગ્નિ સમંદરનું વિસ્તરણ તેમજ આધુનિક કરણ કરીને તમામ ઓફિસમાં સીસીટીવી કેમેરા મુકવાના દાવાઓ આજે આમ આદમી પાર્ટીના ગેરેન્ટી કાર્ડમાં જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો