તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આંશિક રાહત, આજે 224 નવા કેસ સામે 306 દર્દી સ્વસ્થ થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સારવાર દરમિયાન 10 દર્દીઓના મોત

ગાંધીનગર જિલ્લામાં આજે 224 કેસો મળી આવ્યા હતા જેની સામે 306 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે ગઈકાલે માત્ર 18 લોકોનાં મૃત્યું થયા હતાં અને આજે પણ 10 લોકો ના મોત થતાં છેલ્લા બે દિવસથી મૃત્યુ આંક પણ ઘટતા આજે પણ ગાંધીનગર માટે સારા સમાચાર રહ્યા છે.

ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણ ના કેસો નોંધપાત્ર રીતે ઘટી રહ્યા છે ત્યારે તેની સામે કોરોના દર્દીઓ નો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. ગઈકાલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 152 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 109 કોરોના કેસો મળી ને કોરોનાનો આંકડો 261 નોંધાયો છે. ત્યારે આજે ગ્રામ્ય માં 120 તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 104 કોરોના કેસો દફતરે નોંધાયા હતા.

ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 104 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 176/દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે શહેરી વિસ્તારોમાં પણ 104 કોરોના કેસો મળી આવ્યા છે. જેની સામે 130 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને 261 કેસો સામે આવ્યા હતા. ત્યારે ગઈકાલે કુલ 379 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા છેલ્લા બે દિવસમાં 685 દર્દીઓ એ કોરોનાને હરાવ્યો છે.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીનો કુલ 1લાખ 92 હજાર 505 લાભાર્થીઓ ને પ્રથમ ડોઝ તેમજ 77 હજાર 153 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...