કલોલમાં રહેતો યુવક ભરણપોષણના ગુનામા સાબરમતી જેલમા સજા કાપી રહ્યો હતો. પરંતુ પેરોલ ઉપર બહાર આવ્યા બાદ ફરીથી સમય મર્યાદા પુરી થવા છતા જેલમાં પરત ફર્યો ન હતો. આરોપી એલસીબી2ની ઝપટમા આવી જતા તેને પકડીને ફરીથી જેલ હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ કલોલની કોઠીવાળી ચાલીમા રહેતો મુકેશ માધુજી ઠાકોર ભરણપોષણના કેસમાં સાબરમતિ જેલમાં સજા કાપતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વચગાળાના જામીન ઉપર બહાર આવ્યો હતો.
પરંતુ ત્યારબાદ જેલમાં પરત નહિ ફરતા એલસીબી 2ની ટીમ દ્વારા શોધખોળ કરવામા આવી હતી. જેમા બાતમી મળી હતી કે, આરોપી બોપલમા હાલમા રહે છે. પોલીસે બોપલથી આરોપીને ઝડપી ફરીથી જેલમાં મોકલી આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.