તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:પરેશ ધાનાણીએ કહ્યું, ‘આતંકવાદી સાથે હાથ મિલાવનારને દેશ ઓળખી ગયો છે’

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાયમી વિદેશી તાલીબાનોથી ડરાવી ધમકાવી યુનોમાં આતંકવાદી સાથે હાથ મિલાવનાર દેશી તાલીબાનોને દેશ ઓળખી ગયો છે તેવી તીખી પ્રતિક્રિયા મંદિર આરતી ઉતારવાના ભાજપના કાર્યક્રમ બાબતે નિવેદન આપતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આગામી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ગુજરાત બચાવોના નારા સાથે લડશે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મીડિયા પેનલ, વરિષ્ઠ પત્રકારોના અભિપ્રાયો સહિતની બાબતોને લઇને યોજાયેલી કાર્યશિબિર વખતે નિવેદન કરતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ગુજરાતને મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ગુનોખારીથી બચાવવા માટે હવે એક માત્ર રામ બાણ ઇલાજ સત્તા પરિવર્તન લાગે છે એટલે કોંગ્રેસ ગુજરાત બચાવોના નારા સાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, રામ મંદિરમાં આરતી કરવાનો ભાજપનો કાર્યક્રમ હંમેશા સત્તા મેળવવાનું સાધન છે. ભાજપ ગાય,ગંગા અને મંદિરની નીતિ સત્તા મેળવવાનું સાધન છે. ભાજપની આરતીમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા નગારા,જાલર ઘણા મંદિરોમાં વાગશે તેમ અંતમાં ધાનાણીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...