તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીએ 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 100 મીટર દોડમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. દિવ્યાંગ યુવાને એથ્લેટીક્સમાં મેડલ હાંસલ કરીને સમગ્ર દેશમાં પાટનગરનું નામ રોશન કર્યું છે. યુવાન નગરના સે-23ની એ.એ.કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે.
દિવ્યાંગતા હોવા છતાં મહેનતથી કોઇપણ સિદ્ધી હાંસલ કરી શકાય છે. તેને સેક્ટર-23ની એ.એ.કોમર્સ કોલેજના એસ વાય બીકોમમાં અભ્યાસ કરતા પ્રણવ દેસાઇએ સાર્થક કર્યું છે. પ્રણવને ડાબા પગે જન્મજાત દિવ્યાંગતા હોવા છતાં રમત ગમતમાં તેને વિશેષ લગાવ હોવાથી તેણે સ્પોર્ટસમાં વિશેષ ધ્યાન આપ્યું હતું. કોલેજમાં એડમિશન લેતા વિદ્યાર્થીની રમત ગમત પ્રત્યે રસને જોતા કોલેજના સ્પોર્ટસ ઇન્ચાર્જ ડો.રણછોડ રથવીએ સાંઇમાં તાલીમ લેવા જણાવ્યું હતું. આથી તેણે સાંઇમાં તાલીમ શરૂ કરી હતી. તેણે તાજેતરમાં દુબઇ ખાતે યોજાયેલી 12મી, ફૈજ ચેમ્પીયનશીપ વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રીક્સ-2021માં ભાગ લીધો હતો. જેમાં દેશના 36 દેશના ખેલાડીઓએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો.
જ્યારે નગરના પ્રવિણ દેસાઇએ 200 મીટર દોડ 24.96 સેકન્ડમાં પૂર્ણ કરીને થાયલેન્ડ અને કઝાકિસ્તાનના ખેલાડીને પરાસ્ત કરીને પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ આપ્યો હતો.જ્યારે 100 મીટરની દોડમાં તેને 11.76 સેકન્ડનો સમય થતાં બીજા ક્રમે આવ્યો હતો. જ્યારે તેનાથી માત્ર 0.5 સેકન્ડ ઓછા સમય સાથે થાઇલેન્ડનો ખેલાડી પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. નગરના ખેલાડીની આ સિદ્ધીથી દેશ, રાજ્ય અને કોલેજનું નામ રોશન થયું છે. વિદ્યાર્થીની સિદ્ધી બદલ કોલેજના આચાર્ય ડો.વિજ્ઞાબેન ઓઝાએ તેમજ પ્રોફેસર સુજલ પાઠક સહિત અધ્યાપકગણે અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
પગે જન્મજાત દિવ્યાંગતા છે
પેરા એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર પ્રવિણ દેસાઇને જન્મજાત પગે દિવ્યાંગતા ધરાવે છે. આથી તેને આર્ટીફિશ્યલી લેગ ફીટ કરાવીને પોતાની રમત ગમતમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા પૂર્ણ કરી રહ્યો હોવાનું એ.એ.કોમર્સ કોલેજના સ્પોર્ટસ ઇન્ચાર્જ પ્રો. ડો.રણછોડ રથવીએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.