પેપરલીક કાંડ:ગાંધીનગર LCBએ પેપર વેચનારો સૂત્રધાર રાજસ્થાનથી પકડી પાડ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • મેડિકલ રિપોર્ટ સહિતની પ્રક્રિયા પૂરી કરી સાબરકાંઠા પોલીસને સોંપી દીધો

હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામા આવી છે. ગૃહમંત્રી દ્વારા પરીક્ષા રદની જાહેરાત કરાઈ હતી પરંતુ ગૌણ સેવા મંડળની પરીક્ષાનુ પેપર ખરીદી ઉમેદવારોને પેપર વેચનાર મુખ્ય આરોપી પોલીસને થાપ આપી ભાગતો ફરતો હતો. મોટાભાગના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે પેપર વેચનારા આરોપીને ગાંધીનગર એલસીબીએ રાજસ્થાનના સાંચોરથી ઝડપી લીધો હતો અને સાબરકાંઠા પોલીસને સોપ્યો હતો.

રાજ્યના 6 શહેરોમા 12 ડિસેમ્બરે ગૌણ સેવા મંડળ દ્વારા હેડક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી પરંતુ બપોરે 12 કલાકે પરીક્ષા લેવાય તે પહેલા સવારે 10 કલાકે પેપર બહાર ફરતુ થઇ ગયુ હતુ. ત્યારબાદ આપના અને વિદ્યાર્થી નેતાએ ઘટનાને ખુલ્લી પાડતા પોલીસે છૂપી રીતે તપાસ હાથ ધરી હતી. જેમા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી. ત્યારે પેપર લીક કાંડમા દિપક પાસેથી પેપર ખરીદનાર જયેશ પટેલ (રહે, ઉંછા ગામ, પ્રાંતિજ, સાબરકાંઠા)એ ઉમેદવારોને વેચ્યુ હતુ. તેની સાથે તેના ગામનો દેવલ પટેલ પણ જોડાયો હતો.

ગામના જ ફાર્મ હાઉસમાં કાંડ કરવામા આવ્યુ હતુ. ત્યારબાદથી આરોપી જયેશ પટેલ પોલીસથી બચવા ભાગી ગયો હતો. જેને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, પેપર વેપનાર આરોપી રાજસ્થાનના સાંચોરમાં સંતાયો છે. પોલીસે તે દિશામા તપાસ હાથ ધરતા સોમવારની મોડીરાત્રે આરોપીને ઝડપી લઇ ગાંધીનગર લવાયો હતો. જ્યાં આરોપીનુ મોડી રાત્રે ગાંધીનગર સિવિલમાં મેડીકલ ચેકઅપ કરાયા બાદ તેને સાંબરકાંઠા પોલીસને સોપવામા આવ્યો હતો. પોલીસ નાની માછલીઓને પકડી રહી છે, પરંતુ હજુ સુધી મગરમચ્છ સુધી બાહોશ પોલીસ પહોંચી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...