તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારમાં પરિવર્તન:ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક, અનિલ મુકીમ અંતે નિવૃત્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
ગુજરાતના નવા મુખ્ય સચિવ નિમાયેલા પંકજ કુમારની તસવીર.
  • પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે

ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે IAS પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. પંકજ કુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.

IAS પંકજ કુમારની મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની ફાઈલ તસવીર.
IAS પંકજ કુમારની મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની ફાઈલ તસવીર.

અનિલ મુકીમ 31મી ઓગસ્ટે નિવૃત્ત થશે
IAS અનિલ મુકીમને રાજ્યમાં મુખ્ય સચિવ તરીકે અગાઉ 6-6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 31મી ઓગસ્ટે તેમનો કાર્યકાળ પૂરો થતો હોવાથી તેણે 25મી ઓગસ્ટે છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌકોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના બાદ મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. એમાંથી પંકજ કુમારની પસંદગી નવા મુખ્ય સચિવ તરીકે કરાઈ છે. તેઓ હવે 31મી ઓગસ્ટે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે.

મે 2022માં નિવૃત્ત થવાના છે પંકજ કુમાર
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક પામેલા IAS પંકજકુમાર સાથે રાજીવકુમાર ગુપ્તા પણ રેસમાં હતા. પંકજકુમાર 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. તેઓ મે 2022માં વયનિવૃત્ત થઈ રહ્યા છે.

ગુજરાતમાં 2013થી છેલ્લા 5 મુખ્ય સચિવની છેલ્લી પોસ્ટ

  1. અનિલ મુકીમ - દિલ્હી ડેપ્યુટેશન પરથી પરત ફર્યા, ગુજરાતમાં મુખ્ય સચિવ બનાવાયા (ગુજરાતમાં છેલ્લે મુખ્યમંત્રીના સેક્રેટરી).
  2. ડો. જે એન સિંઘ- CS પહેલાં રાજ્યમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)
  3. જી આર અલોરિયા- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ), ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા.
  4. ડીજી પાંડિયન- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ)
  5. વરેશ સિંહા- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)
અન્ય સમાચારો પણ છે...