ભાજપમાં જોડાયા:PAAS નેતા અને કરણી સેના અધ્યક્ષ ભાજપમાં જોડાયા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોંગ્રેસના 1500 કાર્યકરો પણ જોડાયા

રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના કાર્યકરો એકબીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન કરનાર ‘પાસ’ના આગેવાનો અને કરણી સેનાના આગેવાનો ગુરુવારે ભાજપમાં જોડાયા હતા. આ સમયે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું હતું કે, પાસના આગેવાનો અને કરણી સેનાના આગેવાનો સામે આંદોલન વખતે પોલીસ કેસ થયા છે, આ કેસ બાબતે અમને ભાજપ સામે કોઇ દ્વેષ નથી. ભાજપની વિચારધારા સાથે આજે અમે જોડાયા છીએ અને આવનારા દિવસોમાં અન્ય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષો પણ ભાજપમાં જોડાશે.

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત અને પાસના આગેવાનો તેમજ એનએસયુઆઈના જયેશ પટેલ, ઉદય પટેલ, સુરજ ડેર, રવિ પટેલ, રવિ વેકરિયા સહીત 1500 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, સામાજિક એકતાના મંત્ર સાથે કામ કરતી કરણી સેના અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમજ પાસના આગેવાનો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની વિકાસ વાદની રાજનીતિ સ્વીકારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...