તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજા વેવની પૂર્વતૈયારી:રાજ્યનાં 348 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે, 30થી 50 બેડની વ્યવસ્થા પણ ઊભી કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 સામૂહિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી)માં કોરોના દર્દીઓને દાખલ કરીને ઓક્સિજન સપ્લાય સાથે સારવાર કરી શકાય તેવી સુવિધા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે આજે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઇ હતી.

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ કહ્યું કે કોરોનાના બીજા તબક્કામાં 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી છે, જેમાં 57 હજાર આઇસીયુ બેડનો સમાવેશ થાય છે. એક મહિનામાં 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત 155 મેટ્રીક ટન હતી જે બીજી લહેરમાં એકદમ વધીને 1150 મેટ્રિક ટન જેટલી થઇ ગઇ હતી. પ્લાન્ટ અને 30થી 50 બેડની વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...