તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાળવણી:જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઓક્સિજન કોન્સન્ટ્રેરેટર ફાળવાયાં

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહની CSR ફંડમાંથી સભંવિત ત્રીજી લહેર માટે ફાળવણી કરી

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં જિલ્લાના 10 આરોગ્ય કેન્દ્રોને ઓક્સિજન કોન્સનટ્રેટર ગાંધીનગર સંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગ્રાન્ટમાંથી ફાળવાયા છે. આથી ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત સાથે સારવાર મળે તે માટે આયોજન કરાયું છે.

જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને ઓક્સિજન કોન્સનટ્રેટર ફાળવાયા તે અંગેની જિલ્લા પંચાયતના પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન મીનાબેન લલિતસિંહ ઠાકોરને તેની જાણ કરી નહી હોવાનું આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ લલિતસિંહ ઠાકોરે જણાવ્યું છે.

કોરોનાની બીજી લહેરમાં પડેલી ગંભીર લપડાકને પગલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક અને સઘન સારવાર મળી રહે તે માટેની સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં જે રીતે ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત થતાં હતા. તેવી સ્થિતિ કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં ઉભી થાય નહી તે માટે ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની સી.એસ.આર.ફંડમાંથી ઓક્સિજન કોન્સનટ્રેટર આપવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકના કલોલ, ડિગુંચા, નારદીપુર સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ રાંચરડા, હાજીપુર, સઇજ, મોખાસણ, પાનસર, રૂપાલ અને આદરજ મોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન કોન્સનટ્રેટર આપ્યા છે. આથી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાને ઓક્સિજન કોન્સનટ્રેટરને સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકોને તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરોને આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...