તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબો પ્રત્યે ઓરમાયુ વર્તન:સેક્ટર-25 વિવેકાનંદનગરમાં નર્કાગાર જેવી સ્થિતિથી રોષ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના સેક્ટર 25 વિવેકાનંદનગરમાં ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. - Divya Bhaskar
શહેરના સેક્ટર 25 વિવેકાનંદનગરમાં ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.
  • રહીશોની હાલત ગટરના કીડા કરતાં પણ બદતર બની

સેક્ટર 25 જીઆઇડીસીમા વિવેકાનંદનગર વસાહત બનાવાઇ છે. પરંતુ ત્યાં રહેતા સ્થાનિકોની હાલત ગટરના કીડા કરતા પણ બદતર થઇ રહી છે. વસાહતની આસપાસમા વ્યાપક પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. અનેક રજૂઆત છતા વસાહતમા રહેતા ગરીબો પ્રત્યે ઓરમાયુ વર્તન રખાઈ રહ્યુ છે.

સેક્ટર 25 જીઆઇડીસીમા 5 નંબરના રોડ પાસે સરકાર દ્વારા ઝુંપડપટ્ટીમા રહેતા લોકોને મકાન અપાયા છે. પાંચ વર્ષ કરતા વધારે સમયથી 800 પરિવાર અહિંયા વસવાટ કરે છે. ત્યારે વસાહતની આસપાસ દુર્ગધ સાથેની ગંદકી જોવા મળી રહી છે. વસાહતિઓ દ્વારા ગંદકી દુર કરવા અનેક રજૂઆતો કરાઇ હતી, પરંતુ તેમની રજૂઆતો સંભળાતી નથી. વસાહતિઓએ કહ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ગટરની ડ્રેનેજ લાઇન ઉભરાતા ગટરના પાણી વસાહતની આસપાસ ફરી વળે છે. વારંવાર ગટરની સફાઇ કરવા મૌખિક રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...