તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:અસલાલી જિલ્લા સીટ પર કોંગ્રેસે પાટીદારને ટીકીટ નહીં આપતા રોષ

વહેલાલ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • BJP ઉમેદવાર પાસે 40 તોલા, કોંગ્રેસ ઉમેદવાર પાસે 12 તોલા સોનું

અસલાલી જિલ્લા સીટ પર અસલાલીના પાટીદાર દાવેદાર ઉમેદવારોને ટિકિટ નહીં આપતા પાટીદાર કાર્યકરોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોને વોટ નહીં આપવાની ચર્ચાથી કોંગ્રેસ ચૂંટણી થાય એ પૂર્વે જ મુશ્કેલીમાં મુકાયું છે. રોષ એટલો વ્યાપક જોવા મળ્યો છે કે, કાર્યકરો કોંગ્રેસ તરફી પ્રચારમાં પણ નહીં જોડાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અસલાલી જિલ્લા સીટ પર કોંગ્રેસ દ્વારા દસક્રોઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારની પત્ની દીપિકાબેન પરમારને ટીકીટ આપતા તેમજ ડમી ઉમેદવાર તરીકે પણ દિગ્વિજયસિંહ પરમારના પરિવાર જનોને ફોર્મ ભરાવતાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. બીજી તરફ હરીફ બીજેપીએ અસલાલી જિલ્લા સીટ પર અસલાલી ગામની જ બી કોમની લાયકાત ધરાવતી અસલાલી ગામની ભૂતપૂર્વ સરપંચ મહિલા ઉમેદવાર મયૂરીબેન વીરેન્દ્રભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. અસલાલી ગામના પાટીદારોના મતો સ્પષ્ટપણે મયુરીબેન પટેલને મળવાની સંભાવના જોતા કોંગ્રેસ કાર્યકરોએ અત્યારથી જ અસલાલી સીટ પરથી હથિયાર હેઠા મૂકી દીધા છે.ઓનલાઇન સોગંદનામું જોતા લાયકાત અને મિલકતોની દ્રષ્ટિએ પણ બીજેપી ઉમેદવાર ચઢિયાતી જણાય છે.બીજેપી મહિલા ઉમેદવાર ગ્રેજ્યુએટ છે જ્યારે કોંગ્રેસની મહિલા ઉમેદવાર 12 પાસ છે. સોનાની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસ ઉમેદવાર પાસે 12 તોલા અને બીજેપી ઉમેદવાર પાસે 40 તોલા સોનુ જોવા મળે છે. રોકડ તેમજ વાહનોની સરખામણી કરતા કોંગ્રેસ મહિલા ઉમેદવાર પાસે બીજેપી મહિલા ઉમેદવારની સરખામણીમાં 5 હજાર રોકડ સિવાય કશું છે નહીં. બીજેપીની ઉમેદવાર પાસે 2 એક્ટિવા, 50 હજાર રોકડા, ઉપરાંત લાખો રૂપિયાની થાપણો, રોકાણો, જમીન ,મકાન છે.

ડમી ઉમેદવાર પાસે 17 તોલા સોનું અને 8 પાસ
કોંગ્રેસ દ્વારા અસલાલી જિલ્લા સીટ પર ડમી ઉમેદવાર તરીકે પરસનબેન અદેસિંહ પરમારને ફોર્મ ભરાવ્યું છે, જેઓની લાયકાત 8 પાસ છે અને સોનું 17 તોલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો