વિવાદ:મધ્યાહન ભોજનમાં સુખડીમાં તેલ ઘટાડાતા કર્મચારીઓમાં રોષ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દળામણ અને ગોળ માટેનો ચાર્જ વધારવાની માગણી

મધ્યાહન ભોજન યોજનામાં નવા પરિપત્ર મુજબ ધોરણ-1થી 5 માટે 50 ગ્રામ લોટની સામે 5 ગ્રામ તેલ અને 74 પૈસા ગોળ માટે આપ્યા છે. જ્યારે ગત વર્ષ-2013ના પરિપત્ર મુજબ 20 ગ્રામ લોટમાં 10 ગ્રામ તેલની જોગવાઇ હતી. આથી લોટનું પ્રમાણ વધારવાની સામે તેલનું પ્રમાણ ઘટાડતા મધ્યાહન ભોજનના કર્મચારીઓને હાલાકી પડી રહી છે. ઉપરાંત ગોળ અને દળામણ માટે માત્ર 1 રૂપિયાનો ખર્ચ આપતા કર્મચારીઓમાં રોષ છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ-1984થી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.

કારમી મોંઘવારીમાં પણ સંચાલકને રૂપિયા 1600, રસોઇયાને રૂપિયા 1400 અને 500, મદદનીશને રૂપિયા 1400, રૂપિયા 500 અને રૂપિયા 300 માસિક માનદ વેતન આપવામાં આવે છે. આથી મધ્યાહન ભોજન યોજનના કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવું કપરૂ બની રહ્યું છે. આથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને માનદ વેતન નહી. પરંતુ આંગણવાડીની બહેનોની જેમ સમાન કામ સમાન વેતન મુજબ લઘુત્તમ વેતન આપવાની માંગણી કરી છે.

મધ્યાહન ભોજન યોજનાને એનજીઓને સોંપવાથી કામ કરતી ત્યકતા, વિધવા, ગરીબ કર્મચારીઓની રોજી રોટી છીનવાઇ ગઇ હોવાનો આક્ષેપ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજન મંડળે કર્યો છે. રાજ્ય સરકારે ગત વર્ષ-2013માં કરેલા આદેશ મુજબ ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે સુખડી માટે 20 ગ્રામ લોટ માટે 10 ગ્રામ તેલની જોગવાઇ કરી હતી.

ઉપરાંત દરામણ અને ગોળ માટે 74 પૈસા આપવાની જોગવાઇ કરી હતી. પરંતુ રાજ્ય સરકારે ગત વર્ષ-2020માં કરેલા આદેશ મુજબ ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓને સુખડી આપવા માટે 50 ગ્રામ લોટની સામે 5 ગ્રામ તેલ અને 74 પૈસા દરામણ અને ગોળ માટે નક્કી કર્યા છે. ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે 25 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ તથા ગોળ અને દરામણ માટે 1 રૂપિયો આપવામાં આવે છે. આથી હાલની કારમી મોંઘવારીને ધ્યાનમાં રાખીને દળામણ અને ગોળ માટેનો ચાર્જ વધારાય તેવી માંગણી થઈ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...